Boy Unconscious at Sidhpur bus stand, video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: લોકડાઉન વચ્ચે બેહોશ થયો યુવક તો અન્ય યુવકોએ લારીમાં પહોંચાડ્યો હોસ્પિટલ, પરંતુ…

Video: લોકડાઉન વચ્ચે બેહોશ થયો યુવક તો અન્ય યુવકોએ લારીમાં પહોંચાડ્યો હોસ્પિટલ, પરંતુ…

 | 3:22 pm IST

હાલ સંપૂર્ણ દેશમાં લોકડાઉન છે. જેના કારણે જીનજીવન થમી ગયું છે. કોરોના વાયરસના વધતા કેસને જોતા વડાપ્રધાન મોદી દ્વારા સંપૂર્ણ દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉન હેઠળ જરૂરી કામ સિવાય લોકોને ઘરની બહાર ના નીકળવાનું કહેવામાં આવ્યું છે. તેથી લોકો ઘરમાં રહી લોકડાઉનની પાલન કરી રહ્યા છે.

પરંતુ આ લોકડાઉન વચ્ચે સિધ્ધપુરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સિદ્ધપુરના બસ સ્ટેશન નજીક બીલીયાનો એક યુવક એકાએક બેહોશ થઈ ગયો હતો. સિદ્ધપુરમાં યુવક બેહોશ થતાં અન્ય યુવકોએ તેણે લારીમાં નાખી સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. લારીમાં લઈ દોડતા યુવકોને જોઈ એવું લાગી રહ્યું હતું કે આ કોઈ ફિલ્મનો દ્રશ્ય છે. જો કે, યુવકને સિવિલમાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન