Boy Who Played Role In Haider Become Terrorist, Killed In Encounter
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ ‘હૈદર’માં જોવા મળી ચુકેલો છોકરો બન્યો આતંકવાદી, અથડામણમાં કરાયો ઠાર

ફિલ્મ ‘હૈદર’માં જોવા મળી ચુકેલો છોકરો બન્યો આતંકવાદી, અથડામણમાં કરાયો ઠાર

 | 11:51 am IST

11માં ધોરણનો સાકિબ બિલાલ એક પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાનાં આતંકી સાથે 9 ડિસેમ્બરનાં શ્રીનગરનાં બાહરનાં વિસ્તાર મુજગુંડમાં 18 કલાક ચાલેલી અથડામણમાં સુરક્ષાબળોનાં હાથે માર્યો ગયો છે. સાકિબનાં પરિવારનાં કહ્યા પ્રમાણે તે એક સ્ટેજ કલાકાર હતો અને તેણે બોલીવુડ ફિલ્મ ‘હૈદર’માં એક નાનકડી ભૂમિકા નીભાવી હતી. ‘હૈદર’ ફિલ્મ પહેલા સાકિબ સ્ટેજ ડ્રામામાં ભાગ લેતો હતો. પરિવારનાં જણાવ્યા પ્રમાણે અભિનયમાં તેને ઘણો રસ હતો. સાકિબનાં મામા ફિલ્મ ‘હૈદર’નાં ક્રુમાં એક કૉઑર્ડિનેટર તરીકે સામેલ હતા અને ફિલ્મ માટે એક્સ્ટ્રા કલાકારો ઉપલબ્ધ કરાવતા હતા.

‘હૈદર’ ફિલ્મમાં એક મિનિટ સુધી કર્યો રૉલ

ડિસેમ્બર 2013માં સાકિબનાં મામા અસીમ એઝાઝ તેને શ્રીનગરનાં સૈંતૂર હોટલમાં લાવ્યા હતા, જ્યાં બાળ કલાકારોની જરૂર હતી. સાકિબે ત્યારે પહેલો શૉટ ફિલ્મમાં આપ્યો જે એક ચૉકલેટ બૉય હતો અને બીજા શૉટમાં તે ઘાયલ બાળકોમાંથી એક હોય છે જે વિસ્ફોટમાં ઘાયલ થયા પછી પણ બચી જાય છે. સાકિબ આ ફિલ્મમાં એક મિનિટ સુધી જોવા મળ્યો હતો. સાકિબનાં મામા અસીમ એઝાઝે કહ્યું, “તે છઠ્ઠા ધોરણમાં હતો, જ્યારે તેણે હૈદરમાં કામ કર્યું હતુ. સાકિબનો એક્ટિંગ પ્રત્યે રસ જોતા તેને આ ફિલ્મમાં કામ કરવા માટેની તક આપવામાં આવી.” સાકિબે શ્રીનગરમાં થયેલા એક કાશ્મીરી ડ્રામા ‘વાથ ચી યીહી’ (આ જ રસ્તો છે)માં મુખ્ય ભૂમિકા નીભાવી હતી અને તેને આ માટે પુરસ્કાર પણ મળ્યો હતો. એઝાઝે જણાવ્યું કે, “ગામમાં જ્યારે પણ લગ્નનો સમારોહ અથવા કોઈ અન્ય કાર્યક્રમ થતો ત્યારે સાકિબ તેમાં પાર્ટ લેતો હતો.”

 31 ઑગષ્ટ 2018થી ગાયબ હતો

સાકિબનાં મામાનાં કહ્યા પ્રમાણે પરિવાર ચોંકી ગયો છે કે સાકિબ કઈ રીતે આતંકનાં રસ્તે પહોંચી ગયો. ઉલ્લેખનીય છે કે સાકિબ આ જ ગામનાં 13 વર્ષનાં છોકરા મુદાસીર સાથે 31 ઑગષ્ટ 2018થી ગાયબ હતો. પરિવારનાં જણાવ્યા પ્રમાણે સાકિબ જ્યારે ગાયબ થયો ત્યારે જુમ્માનો દિવસ હતો. સાકિબની માએ તેને બજાર મોકલ્યો હતો. સાકિબે તેના કાકાનાં દીકરા સાથે સંદેશ મોકલાવ્યો કે સામાન નથી મળ્યો અને તે ફૂટબૉલ રમવા જઈ રહ્યો છે. જ્યારે લાંબા સમય સુધી તે આવ્યો નહીં ત્યારે પરિવારે તેની શોધખોળ શરૂ કરી.

9 ડિસેમ્બરનાં રોજ સમાચાર આવ્યા કે તે અને મુદાસીર એક પાકિસ્તાની આતંકી અલી સાથે શ્રીનગરનાં બહારનાં વિસ્તારમાં થયેલી અથડામણમાં માર્યા ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન