Video: Boyfriend Drowns During Underwater-Style Marriage Proposal
  • Home
  • Featured
  • ગર્લફ્રેન્ડને અંડરવોટરમાં કરી રહ્યો હતો પ્રપોઝ, ડૂબતા બોયફ્રેન્ડના મોતના Live દ્રશ્યો કેમેરામાં કેદ

ગર્લફ્રેન્ડને અંડરવોટરમાં કરી રહ્યો હતો પ્રપોઝ, ડૂબતા બોયફ્રેન્ડના મોતના Live દ્રશ્યો કેમેરામાં કેદ

 | 2:08 pm IST

અમેરિકાના લુઇસિયાનાના વ્યક્તિને પાણીની અંદર ગર્લફ્રેન્ડને લગ્નનું પ્રપોઝ કરવું મોંઘું પડ્યું. આ દરમ્યાન પાણીની અંદર તે ડૂબ્યો અને તેનું ભયંકર રીતે મોત થયું તેના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જ્યારે સ્ટીવન વીબર પોતાની ગર્લફ્રેન્ડ એન્ટોઇનની સાથે તાન્ઝાનિયામાં રજાઓ એન્જોય કરી રહ્યો હતો. આ દુ:ખદ ઘટનાની માહિતી ખુદ એન્ટોઇને ફેસબુક પર પોસ્ટ લખીને આપી છે.

એન્ટોઇને પોતાના બોયફ્રેન્ડ વીબરને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, સ્ટીવન વીબર જેવા શખ્સને શ્રદ્ધાંજલિ આપવા માટે શબ્દ નથી. તમારી પાસેથી જે પણ મળ્યું તમે તેના જીવનમાં ખુશીઓ લાવવાનું કામ કર્યું હતું. ખૂબ જ ભાવુક એન્ટોઇને લખ્યું, તમે એ ઊંડાણમાંથી પાછા ફરી નથી શકયા કે મારા જવાબને સાંભળી શકો, હા! હા! હું તમારી સાથે લગ્ન કરીશ.

Yes! Yes! Yes!

Posted by Kenesha Antoine on Friday, September 20, 2019

દુ:ખદ ઘટના પહેલાં ગર્લફ્રેન્ડને પાણીની અંદર પ્રેમ પત્ર દેખાડતા વીબર
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વીબર ઊંડા પાણીમાં ગોથા લગાવતા દેખાય છે. તેમના હાથમાં એક જિપલોક બેગ છે, જેની અંદરથી તેમને હાથેથી લખેલો પત્ર દેખાડે છે, જેમાં તે એન્ટોઇનને લગ્ન માટે પ્રપોઝ કરે છે. એટલું જ નહીં વીડિયોમાં તેઓ કહેતા દેખાય છે કે હું મારા શ્વાસને વધુ સમય સુધી રોકી શકું તમે નથી જેથી કરીને તને બધુ કહી શકું કે હું તને કેટલો પ્રેમ કરું છું. પરંતુ હું તને જેટલો પ્રેમ કરું છું, તેટલો જ દરરોજ વધતો જાય છે.

આ દરમ્યાન તે એક રિંગ પણ બોક્સમાંથી કાઢે છે પરંતુ પાણીમાં તેના શ્વાસ રોકાવા લાગે છે. ત્યારબાદ તેનું મોત થઇ જાય છે. એન્ટોઇનેની ફેસબુક પોસ્ટ હાલ અમેરિકામાં ચર્ચાનો વિષય બની ગયો છે અને હજારો લોકો અત્યાર સુધીમાં શ્રદ્ધાંજલિ આપી ચૂકયા છે.

આ વીડિયો પણ જુઓ – 21 ઓક્ટોબરે યોજાશે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન