Boyfriend Dumps Girlfriend finds, She was not Woman But Male
  • Home
  • World
  • પ્રેમિકાએ તેનાથી નાના બોયફ્રેન્ડથી 9 મહિના છુપાવી આ વાત, આખરે થયો ધડાકો

પ્રેમિકાએ તેનાથી નાના બોયફ્રેન્ડથી 9 મહિના છુપાવી આ વાત, આખરે થયો ધડાકો

 | 3:37 pm IST

એક યુવકે પોતાની જ ગર્લફ્રેન્ડ પર સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. યુવકના જણાવ્યા પ્રમાણે તેની ગર્લફ્રેન્ડે 9 મહિના સુધી રિલેશનશિપમાં રહેવા છતાંયે એ વાત તેનાથી છુપાવીને રાખી હતી કે તેનો જન્મ એક છોકરાના રૂપમાં થયો હતો. આ વાતનો ખુલાસો બંનેના એક કોમન ફ્રેન્ડ દ્વારા થયો હતો. આ વાતની જાણ થતા યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

ઘટના ઓસ્ટ્રેલિયાના સિડનીની છે. અહીં રહેતા 20 વર્ષના એલેક્સે જણાવ્યું હતું કે, તેની ગર્લફ્રેન્ડે સાચી હકીકત ના જણાવતા તેનું દિલ તુટી ગયું. તે 25 વર્ષની યુવતીના પ્રેમમાં પડ્યો હતો. બંને વચ્ચે સંબંધો પણ ઘણા સારા હતાં.

પરંતુ એલેક્સને તે સમયે જોરદાર ધક્કો લાગ્યો હતો જ્યારે તેણે નશાની હાલતમાં એક કોમન ફ્રેન્ડે કહ્યું કે, તેની ગર્લફ્રેન્ડ તેનાથી કંઈક છુપાવી રહી છે. એક એફ એમ ચેનલ સાથેની વાતચીત દરમિયાન એલેક્સે આ વાત કરી હતી.

એલેક્સને તેના મિત્રએ જણાવ્યું હતું કે, ગર્લફ્રેન્ડે 18 વર્ષની ઉંમરમાં સેક્સ ચેન્જની સર્જરી કરીવી હતી. શરૂઆતમાં તો તેને આ બાબત પર વિશ્વાસ બેઠો નહોતો. પરંતુ બાદમાં જ્યારે ગર્લફ્રેન્ડને આ બાબતે પુછ્યું તો તેણે કોઈ જ જવાબ આપ્યો નહીં અને રડવા લાગી. એલેક્સે જણાવ્યું હતું કે, ગર્લફ્રેન્ડ સેક્સનીએ સર્જરી બાદ કેટલીક દવાઓ પણ લેતી હતી.

તેણે કહ્યું હતું કે, અમારી બંને વચ્ચે ખરેખર સારા સંબંધો હતા. મને ક્યારેય નહોતું લાગ્યું કે તેની ગર્લફ્રેન્ડ ટ્રાંસજેંડર છે. એલેક્સે જણાવ્યું હતું કે, રિલેશનસિપમાં વિશ્વાસ મહત્વની બાબત હોય છે અને માટે જ ગર્લફ્રેન્ડે તેને આ વાત જણાવી દેવી જોઈતી હતી. 

એલેક્સે કહ્યું હતું કે, તે પોતાનું દિલ તુટી ગયાનું અનુંભવે છે. તે એક બિમાર હોવાનું અનુંભવી રહ્યો છે. તેની સાથે છળ થયું હોવાનું અનુંભવી રહ્યો છે. તે ગર્લફ્રેન્ડના પરિજનોને પણ મળી ચુક્યો છે, પરંતુ આ દરમિયાન પણ તેને કોઈએ કશું જ જાણાવ્યું નહોતું. ગર્લફ્રેન્ડના પરિવારજનોને લાગ્યું હતું કે, એલેક્સે તેને જે તે સ્વરૂપમાં જ સ્વિકારી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન