ઠંડીમાં બોયફ્રેન્ડ જેકેટ આપશે તમને ડિસન્ટ લુક, કરો ટ્રાય - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ઠંડીમાં બોયફ્રેન્ડ જેકેટ આપશે તમને ડિસન્ટ લુક, કરો ટ્રાય

ઠંડીમાં બોયફ્રેન્ડ જેકેટ આપશે તમને ડિસન્ટ લુક, કરો ટ્રાય

 | 11:41 am IST

ઠંડીમાં જેકેટ મસ્ટ છે, પરંતુ હવે આ ટાઇપનાં કેઝ્યુઅલ બોયફ્રેન્ડ જેકેટ બધી જ સીઝનમાં ફેવરિટ બની રહ્યાં છે. એમાંય બોલીવુડની એક્ટ્રેસોની એરપોર્ટ સ્ટાઇલમાં એ મસ્ટ બની ગયાં છે. તમને જણાવી દઇએ કે, દીપિકા પાદુકોણે પહેરેલુ ફ્લોરલ પ્રિન્ટનું બોયફ્રેન્ડ જેકેટ થોડા સમય પહેલા લોકોએ ખૂબ જ વખાણ્યુ હતુ.

આ જેકેટ સાઇઝમાં થોડું મોટું અને આગળથી ઓપન હોવાને લીધે એને બોયફ્રેન્ડ જેકેટ એવું નામ આપવામાં આવ્યું છે. માધુરી દીક્ષિત અને સોનાક્ષી સિંહા પણ આવાં જેકેટમાં ઘણી વાર જોવા મળી છે.

આ જેકેટને જીન્સ અથવા ટ્રાઉઝર સાથે તેમજ સ્કર્ટ સાથે પણ પહેરી શકાય છે. હોલ્ટર નેક કે સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હોય ત્યારે પ્રોટેક્શન માટે પણ આ જેકેટ પહેરી શકાય. સ્ટાઇલિશ લાગશે અને સાથે કવર-અપ પણ થશે.