Boyfriend Killed her Girlfriend After Drinking Alcohol
  • Home
  • Featured
  • પ્રેમીપંખીડાએ સાથે બેસી દારૂ પીધો, બાદમાં પ્રેમિકાએ કહ્યું કંઇક આવું કે, પ્રેમીએ ઉશ્કેરાઇ…

પ્રેમીપંખીડાએ સાથે બેસી દારૂ પીધો, બાદમાં પ્રેમિકાએ કહ્યું કંઇક આવું કે, પ્રેમીએ ઉશ્કેરાઇ…

 | 8:01 pm IST

હજીરાથી નવીપારડી ગામ તરફ જતા રોડ ઉપર ક્રિષ્નાપાર્ક એપાર્ટમેન્ટની બાજુમાં ખેતરથી આશરે 100 મીટર પૂર્વમાં એક અજાણી સ્ત્રીની લાશ પડેલી મળી આવી હતી. હત્યાનો ભોગ બનેલી મહિલા પર બળાત્કાર ગુજારાયા બાદ ગળે ટુપો આપીને ગુપ્ત ભાગો પર લાતો મારી હત્યા કરી ભાગી છુટેલા તેના હત્યારા પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.

કામરેજના નવી પારડી ગામે ખેતરમાં અજાણી મહિલાની હત્યા કરેલી લાશ પડી હોવાની ફોન સુરત ગ્રામ્ય કંટ્રોલમાંથી આવતા પોલીસે જગ્યાએ જઈ તપાસ કરતાં અજાણી સ્ત્રી પર કોઈ નરાધમે બળાત્કાર કરી ગળુ દબાવી હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું હતુ. પોલીસે આજુબાજુના વિસ્તારમાં તપાસ કર્યા બાદ વિક્રમભાઈ પોહલ્યાભાઈ વસાવાને સાથે રાખી આ અજાણી સ્ત્રીની લાશ દેખાડતા તે પોતાની પત્ની જયાબેન વિક્રમભાઈ પોહલ્યાભાઈ વસાવા (રહે. હાલ.હરીયાલ,માંડવી)ની હોવાનું જણાવ્યું હતુ. કામરેજ પો.સ્ટે. ઈ.રી.કો.કલમ 302, 376(એ),મુજબનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ગુનો ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતા. તે મૃતક જયાબેન વિક્રમભાઈ પોહલ્યાભાઈ વસાવાને વિક્રમભાઈ ઉર્ફે ઠુઠો સાથે પ્રેમ સબંધ હતો. છેલ્લા ઘણા સમયથી બંન્ને સાથે ફરતા હતા. તા. 13-7-2019ના રોજ આ વિક્રમભાઈ ઉર્ફે ઠુઠો ઘલુડી આજુબાજુ જોવા મળ્યા હતા. અને હાલ આ વિક્રમ ઉર્ફે ઠુઠો રંગોલી ચોકડી આગળ એક ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે. આ અંગેની બાતમી પોલીસને મળતા પોલીસે રંગોલી ચોકડી વાળા ભઠ્ઠા પર જઈ વિક્રમભાઈ ઉર્ફે ઠુઠોને પકડી પાડી પુછતાછ કરતા તેણે તેનું નામ વિક્રમભાઈ ઉર્ફે ઠુઠો મોરીયાભાઈ કાથુળીયા (રહે. કામરેજ, મુળ,તાપી) હોવાનું જણાવ્યુ હતું.

કડકાયથી પુછપરછ કરતા ગત તા. 13-7-2019ના રોજ પોણા સાત વાગ્યાની આજુબાજુમાં તે જ્યાબેન સાથે ભેગો થયો હતો અને સાથે બેસીને દારૂ પીધેલાની હકીકત જણાવી હતી. ત્યારબાદ આ વિક્રમભાઈ ઉર્ફે ઠુઠોને એસ.ઓ.જી.કચેરી ખાતે લઈ જઈ પોલીસ સ્ટાફના માણસોએ ટેકનિકલ અને યુક્તિ પ્રયુક્તિની પુછપરછ કરતા આ કામે વિક્રમ ઉર્ફે ઠુઠો ભાંગી પડયો હતો અને જણાવ્યુ કે ગત તા. 13-7-2019ના રોજ તેનું રોજીંદુ કામ પતાવીને સાડા છ વાગ્યે જયાબેનને મળવા ગયો હતો. અને જેની સાથે દારૂ પી સંભોગ કર્યા બાદ આ જયાબેન તેને ગાળો બોલવા લાગતા જયાબેનનું ગળુ દબાવી હત્યા કરી ભાગી છુટયાની કબુલાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન