NIFTY 9,627.90 +39.85  |  SENSEX 31,214.49 +158.09  |  USD 64.4000 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ છે બોલિવૂડની હોટ હિરોઇનનો લેટેસ્ટ બોયફ્રેન્ડ, વિગત જાણવા કરો ક્લિક

આ છે બોલિવૂડની હોટ હિરોઇનનો લેટેસ્ટ બોયફ્રેન્ડ, વિગત જાણવા કરો ક્લિક

 | 4:53 pm IST

મનીષ શર્મા સાથે બ્રેક અપ બાદ અભિનેત્રી પરિણીતી ચોપરાનું નામ વધુ એક આસિસ્ટન્ટ ડાયરેકટર સાથે જોડાયું છે. ચરિત દેસાઇને હાલ અભિનેત્રી ડેટ કરી રહી હોવાની અટકળો બી-ટાઉનમાં ચાલી રહી છે. નિર્માતા કરણ જોહરના આસિસ્ટન્ટ ડાયરેકટર સાથે ગયા વર્ષે પરિણીતી ડ્રીમ ટૂર પર ગઇ હતી. તેની આ ટૂરના વિડિયો ચરિતે જ શૂટ કર્યા હતા. બંને એકબીજાના ખૂબ જ સારા મિત્રો છે.

દિગ્દર્શક અક્ષય રોયની આગામી ફિલ્મ મેરી પ્યારી બિંદુથી લગભગ ત્રણ વર્ષ બાદ પરિણીતી ફિલ્મોમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મથી અભિનેત્રી સંગીત ક્ષેત્રે ઝંપલાવી રહી છે. પોતાની પિતરાઇ બહેન પ્રિયંકા ચોપરાની જેમ પરિણીતી દરેક ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવા ઉત્સુક છે. બારમી મેએ રિલીઝ થનારી પરિણીતીની ફિલ્મમાં તેની સાથે અભિનેતા આયુષ્માન ખુરાણા લીડ રોલમાં છે. બારમી મેએ રામ ગોપાલ વર્માની સરકાર થ્રી અને ઇરફાન ખાન અભિનીત ફિલ્મ હિંદી મિડિયમ પણ રિલીઝ થવાની છે.

પરિણીતી ચોપડા અને ‘ફૅન’ના ડિરેક્ટર મનીષ શર્મા એકબીજાને ડેટ કરતાં હતાં એ વાત તેમણે આજ સુધી નથી સ્વીકારી. તેમણે અગાઉ ‘લેડીઝ વર્સસ રિકી બહલ’ અને ‘શુદ્ધ દેશી રોમૅન્સ’માં સાથે કામ કર્યું હતું. ‘ફૅન’ બાદ મનીષ તેની ફિલ્મ પરિણીતીને લઈને બનાવી રહ્યો છે અને એ ફિલ્મને પરિણીતી પ્રોડ્યુસ કરશે એવી વાતો ચાલી રહી છે. રસપ્રદ વાત એ છે કે પરિણીતીની યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ‘મેરી પ્યારી બિંદુ’ને મનીષ પ્રોડ્યુસ કરી રહ્યો છે. તેઓ ભલે પર્સનલ લાઇફમાં એકબીજાથી અલગ થઈ ગયાં હોય, પરંતુ પ્રોફેશનલ લાઇફમાં હજી પણ સાથે જ છે.