બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે લંચ ડેટ પર પહોંચી દિશા - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે લંચ ડેટ પર પહોંચી દિશા

બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે લંચ ડેટ પર પહોંચી દિશા

 | 12:59 am IST

અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટની તેમના પ્રેમ સંબંધને લઇને ઘણાં ચર્ચામાં રહ્યાં છે. થોડા સમય પહેલા જ ટાઇગર શ્રોફ અને દિશા લંચ ડેટ ઉપર એક સાથે જોવા મળ્યા હતા. જે ફેટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. ફેટોમાં ટાઇગર શ્રોફ કાળા રંગના જિન્સ તેમજ શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. જ્યારે બીજીબાજુ દિશા ભૂરા રંગના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલ ફેટોમાં બને ખૂબ જ હેરાન થયેલા દેખાય છે. જેવા તેઓ લંચબાદ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા તેવા ચાહકોની ભીડથી તેઓ ઘેરાઇ ગયા. સતત તેમની સાથે સેલ્ફ્ી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. લોકોની ધક્કામુક્કીથી ટાઇગર શ્રોફ હેરાન થઇ ગયો હતો. જ્યારે દિશા પટનીના ચહેરાનાતો રંગ જ ઊડી ગયા હતા. ફ્લ્મિોની વાત કરીએ તો તેઓ ધર્મા પ્રોડક્શનની આવનારી ફ્લ્મિ સ્ટુડન્ટ ઓફ ધ યર ૨ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફ્લ્મિનું નિર્દેશન પુનિત મલ્હોત્રા કરી રહ્યા છે. આ ઉપરાંત ટાઇગર શ્રોફ ટૂંક સમયમાં રિતિક રોશન સાથે યશરાજ ફ્લ્મિ માટે સિદ્ધાર્થ આનંદની ફ્લ્મિ અનામનું શૂટિંગ પણ શરૂ થઇ ચૂક્યું છે. તેમજ સાંભળવામાં આવ્યું છે કે ટાઇગર હોલિવૂડ ફ્લ્મિ રેમ્બોની રિમેકમાં પણ નજર આવી શકે છે. જ્યારે દિશા સલમાન ખાન અને કેટરિનાની આવનારી ફ્લ્મિ ભારતમાં જોવા મળશે.