એક બાળકની તસવીરે સામ્યવાદી ચીનને દુનિયા સામે ઉઘાડું પાડ્યું - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • એક બાળકની તસવીરે સામ્યવાદી ચીનને દુનિયા સામે ઉઘાડું પાડ્યું

એક બાળકની તસવીરે સામ્યવાદી ચીનને દુનિયા સામે ઉઘાડું પાડ્યું

 | 4:32 pm IST

દુનિયાના ઘણા બધા દેશ અત્યારે જીવલેણ ઠંડીનો સામનો કરી રહ્યાં છે. દરેક જગ્યાએ ભારે બરફવર્ષા અને તોફાન એ લોકોના જીવનને પ્રભાવિત કરી રાખ્યા છે. આ જીવલેણ ઠંડીમાં જ્યારે ચીનમાં એક બાળક માઇલો સુધી ચાલીને પોતાની શાળાએ પહોંચ્યું તો તેના વાળ પર બરફની ચાદર પથરાય ગઇ છે પરંતુ તેમ છતાંય તેણે પોતાની સફરને મુશ્કેલભરી ગણાવી નથી. સોશ્યલ મીડિયા પર આ બાળકની તસવીર વાયરલ થયા બાદ ગ્રામીણ વિસ્તારોમાં બાળકો પર ગરીબીની અસરને લઇ ચર્ચા થવા લાગી છે. આ તસવીરમાં ગાત્રો થીજાવતી ઠંડીમાં કલાકો સુધી પગપાળા શાળાએ પહોંચ્યા બાદ બાળકના વાળ પર બરફ જામેલો દેખાઇ રહ્યો છે.

પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થી ફ્યુમન વૉન્ગના પ્રિન્સિપાલે તેના ગુલાબી ગાલો અને બરફથી જામેલી આ તસવીર ઑનલાઇન શેર કરી ત્યાર બાદ બાળકને ‘ફ્રોસ્ટ બોય’નું નામ આપ્યું. વૉન્ગ એ શાંઘાઇના એક અખબારને કહ્યું, ‘હું ખરાબ લોકોની સામે લડવા માટે પોલીસ અધિકારી બનવા માંગું છું. સ્કૂલ સુધી પહોંચતાં ખૂબ જ ઠંડી લાગે છે પરંતુ તે મુશ્કેલ હોતું નથી.’

ચીનની સરકારી સમાચાર એજન્સીના મતે જે શિક્ષક એ તસવીર લીધી, તેને કહ્યું કે વૉન્ગ ને પોતાના ઘરથી સ્કૂલ આવવા માટે સામાન્ય રીતે 4.5 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. જે દિવસે આ તસવીર લેવામાં આવી તે દિવસે તાપમાન માઇનસ 9 ડિગ્રી હતું. વૉન્ગના માતા-પિતા શહેરમાં કામ કરે છે જ્યારે તે પોતાના ભાઇ-બેહન અને દાદા-દાદીની સાથે ગામડાંમાં રહે છે. પેઇચિંગ ન્યૂઝ એ જાહેરાત કરી કે બુધવાર સુધીમાં વૉન્ગની સ્કૂલ અને આ વિસ્તારની બીજી સ્કૂલ માટે ઇન્ટરનેટ યુઝર્સ એ 15400 ડોલર દાન આપ્યું. આ રકમમાંથી દરેક વિદ્યાર્થીને 77 ડોલર આપવામાં આવશે.