NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • શું તમારા પતિના સ્પર્મની ગુણવત્તા વધારવી છે? તો રોજ કરો ‘આ’

શું તમારા પતિના સ્પર્મની ગુણવત્તા વધારવી છે? તો રોજ કરો ‘આ’

 | 4:04 pm IST

રાત્રે આઠ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ઊંઘનારાં લોકો અને ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેનારા પુરુષોનું સ્પર્મ સૌથી વધારે સક્રિય હોય છે. તાજેતરનાં સંશોધનમાં બહાર આવ્યું છે કે, વહેલાં અને યોગ્ય ઊંઘ લેનારા પુરુષોનાં સ્પર્મની ક્વોલિટી સારી રહે છે. સંશોધન માટે 981 પુરુષોની ઊંઘવાની આદતોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાત્રે 8 કલાકથી 10 કલાક સુધી તથા રાત્રે 10થી 12 સુધી અને રાત્રે 12 વાગ્યા પછી ઊંઘનારા પુરુષો ઉપર સંશોધન કરવામાં આવ્યું હતું. તેમની ઊંઘવાની આદતની સાથે તેમના જાગવાના સમયને પણ નોંધવામાં આવ્યા હતા. તેના આધારે ત્રણ કેટેગરી બનાવવામાં આવી હતી.

પહેલી કેટેગરીમાં 6 કલાકથી ઓછું ઊંઘનારા, બીજી કેટેગરીમાં 8 કલાક ઊંઘનારા અને ત્રીજી કેટેગરીમાં 9 કલાકથી વધુ ઊંઘનારાં લોકોને મૂકવામાં આવ્યાં હતાં. આ દરમિયાન તેમનાં સ્પર્મની ક્વોલિટીનું સતત પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સંશોધનનાં પરિણામો ચોંકાવનારાં સાબિત થયાં હતાં. સંશોધકોને એક વાતની ખબર પડી કે પુરુષોની ઊંઘવાની આદત તેમની સ્પર્મની ક્વોલિટીને અસર કરે છે. રાત્રે 12 વાગ્યા સુધી ઊંઘનારા પુરુષોના પિતા બનવાની શક્યતા વધારે હોય છે. અડધી રાત બાદ ઊંઘનારાં લોકો માટે સંશોધન ચેતવણી ઉચ્ચારે છે.

સંશોધકો જણાવે છે કે, જેઓ પિતા બનવા માગે છે તેમણે પોતાની ઊંઘવાની આદત અંગે વિચાર કરવો જોઈએ. વહેલા ઊંઘી જનારા અને ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ પૂરી કરનારા પુરુષોનાં સ્પર્મની સક્રિયતા અન્ય પુરુષો કરતાં વધારે હતી. બીજી તરફ મોડી રાત્રે ઊંઘનારાં અને 6 કલાકથી ઓછો સમય ઊંઘનારાં લોકોનાં સ્પર્મની સંખ્યા ઓછી હતી અને તેમનાં સ્પર્મની લાઇફ પણ ઓછી હોય છે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે મોડે સુધીની ઊંઘ અને અપર્યાપ્ત આરામ શરીર માટે જોખમી છે, તેને કારણે શરીરમાં એન્ટિ-સ્પર્મ એન્ટિ-બોડી વધારે બને છે, જેને કારણે સ્વસ્થ સ્પર્મને નષ્ટ કરવા લાગે છે. ચીનની ર્હિબન મેડિકલ યુનિર્વિસટીમાં સંશોધન કરાયું હતું, તેનાં પરિણામો મેડિકલ જર્નલ સાયન્સ મોનિટરમાં પ્રસિદ્ધ કરાયાં હતાં. માનવામાં આવે છે કે, દર પાંચમાંથી એક બ્રિટિશ પુરષ ઓછાં સ્પર્મકાઉન્ટનો શિકાર છે. વર્ષ 2013માં ડેન્માર્કમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, 6 કલાક અને તેનાથી ઓછી ઊંઘ લેનારા પુરુષોની સ્પર્મક્વોલિટી યોગ્ય અને પૂરતી ઊંઘ લેનારા પુરુષો કરતાં નબળી હોય છે.