BR Shetty's Finablr Plc is selling its business to the Israel-UAE Consortium for just 1
  • Home
  • Business
  • ભારતીય વેપારીએ રડતા-રડતા પોતાની 2 અબજ ડોલરની કંપની માત્ર 73 રૂપિયામાં વેચી

ભારતીય વેપારીએ રડતા-રડતા પોતાની 2 અબજ ડોલરની કંપની માત્ર 73 રૂપિયામાં વેચી

 | 8:57 pm IST
  • Share

UAE બેસ ભારતીય મૂળના અબજોપતિ બીઆર શેટ્ટીની ફિનાબ્લર પીએલસી (Finablr Plc) પોતાનો બિઝનેસ ઇઝરાઇલ-UAE કંજોર્ટિયમને માત્ર $1 (73.52 રૂપિયા)માં વેચી રહી છે. તમને જણાવી દઇએ કે, ગત વર્ષથી જ બીઆર શેટ્ટીના સિતારા ડૂબવાનું શરૂ થઇ ગયુ હતું. તેમની કંપનીઓ પર ન માત્ર અબજો ડોલરનું દેવું છે પરંતુ તેમના વિરૂદ્ધ છેતરપિંડીની તપાસ પણ ચાલી રહી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં તેમના બિઝનેસની વેલ્યૂ 1.5 બિલિયન પાઉન્ડ ($2 બિલિયન) રહી ગઇ હતી. જ્યારે તેમના પર એક અબજ ડોલરનું દેવું છે.

GFIH સાથે કરાર

બીઆર શેટ્ટીની ફાઇનાંશિયલ સર્વિસ કંપની ફિનાલ્બરે ઘોષણા કરી છે કે, તે ગ્લોબલ ફિનટેક ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ (Global Fintech Investments Holding) સાથે એક કરાર કરી રહી છે. GFIH ઇઝરાઇલના પ્રિજ્મ ગ્રુપ (Prism Group)ની સહયોગી કંપની છે. જેને Finablr Plc લિમિટેડ પોતાની તમામ સંપત્તિ સેલ કરી રહી છે. જણાવી દઇએ કે, ઇઝરાઇલના પૂર્વ પ્રધાનમંત્રી એહૂદ ઓલમર્ટસ સાથે જોડાયેલ પ્રિજ્મ ગ્રુપે લેવડદેવડના સંબંધમાં અબૂ ધાબીના રોયલ સ્ટેટેજીક પાર્ટનર્સ સાથે એક કંજોર્ટિયમનું ગઠન કર્યું છે.

ફિનાબ્લર પર $1 બિલિયનનું દેવું

ગત વર્ષે ડિસેમ્બરમાં ફિનાબ્લરની માર્કેટ વેલ્યૂ $ 2 બિલિયન હતી. કંપની દ્વારા આ વર્ષે જ એપ્રિલમાં આપવામા આવેલ જાણકારી અનુસાર તેમના પર $1 બિલિયનથી વધારેનું દેવું છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ સોદો સંયુક્ત અરબ અમીરાત અને ઇઝરાઇલની કંપનીઓ વચ્ચે મહત્વપૂર્ણ વાણિજિક્ય લેવડદેવડને લઇ છે. કારણ કે બંન્ને દેશોએ આ વર્ષની શરૂઆતમાં સમાન્યીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન જ બેંકિગથી લઇ મોબાઇલ ફોન સેવાઓ સુધીની ડીલો પર બંન્ને દેશોના સિગ્નેચર છે.

Finablr Plc સિવાય શેટ્ટીની અબૂ ધાબી સ્થિત કંપની એનએમસી હેલ્થના શેરોમાં ડિસેમ્બરમાં 70 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય મૂળના અબજોપતિ શેટ્ટીની કંપનીઓ વિરૂદ્ધ છેતરપિંડીના પણ આરોપ લાગ્યા છે. એટલે ગત વર્ષે જ તેમની કંપનીઓના શેરોને સ્ટોક એક્સચેંજ પર વેપાર કરવા પર પ્રતિબંધ લાગી ગયો હતો. આ પ્રકારે શેટ્ટીની કંપનીઓની સાખ સંપૂર્ણ રીતે બજારથી ગાયબ થઇ ગઇ હતી. કોઇ કંપની તેમના બિઝનેસમાં રોકાણ કરવા માટે ઇચ્છુક ન હતી. આવામા બંન્ને દેશો વચ્ચે બનેલા કંજોર્ટિયમે સાખ ગુમાવી ચૂકેલ કંપનીને લેવાનો નિર્ણય લીધો છે.

બીઆર શેટ્ટીએ 1980માં અમીરાતના સૌથી જૂના રેમિટેંસ બિઝનેસ યૂએઇ એક્સચેંજની શરૂઆત કરી. યૂએઇ એક્સચેંજ, યૂકેની એક્સચેંજ કંપની ટ્રૈવલેક્સ તથા ગણા નાનામોટા પેમેન્ટ સોલ્યુશંસ પ્રોવાઇડર્સ તથા શેટ્ટીની ફિનબ્લર સાથે મળી 2018માં સાર્વજનિક થઇ હતી. શેટ્ટીએ હેલ્થકેર અને ફાઇનાન્સ સર્વિસિસ સિવાય હોસ્પિટાલિટી, ફૂડ એન્ડ બેવરેજ, ફાર્માસ્યૂટિકલ મેન્યુફેક્ચરિંગ તથા રિયલ એસ્ટેટમાં પણ હાથ અજમાવ્યો હતો.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં કોરોનાના વધુ 1075 કેસ, 9ના મોત

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો