'બ્રહ્માસ્ત્ર'માં રણબીર કપૂરને સીધી ટક્કર આપશે આ ટીવી એક્ટર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂરને સીધી ટક્કર આપશે આ ટીવી એક્ટર

‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂરને સીધી ટક્કર આપશે આ ટીવી એક્ટર

 | 4:33 pm IST

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. ‘બ્રહ્માસ્ત્ર’માં ટીવી અભિનેત્રી મૌની રૉય પણ જોવા મળશે. અક્ષય કુમારની ફિલ્મ ‘ગૉલ્ડ’ બાદ આ મૌની રૉયની બીજી ફિલ્મ હશે. આ ફિલ્મ સાથે મૌની રૉય સિવાય બીજો ટીવી કલાકાર પણ જોડાયો છે. આ પાત્રની ટક્કર સીધી રીતે રણબીર કપૂર સાથે થશે.

સૂત્રોનાં કહ્યાં પ્રમાણે, પ્રખ્યાત ટીવી શૉ ‘મહાભારત’માં ભીમનો કિરદાર નિભાવી ચૂકેલા એક્ટર-રેસલર સૌરભ ગુર્જર ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં વિલેનના રૉલમાં જોવા મળશે. સૌથી મજેદાર વાત એ છે કે ફિલ્મમાં મૌની રૉય નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. આ સુપરહીરો ફિલ્મમાં મૌની રૉય અને સૌરભ ખલનાયક બનીને દર્શકોને ચોંકાવશે.

મીડિયા સાથેની વાત-ચીતમાં એક્ટરે કહ્યું કે, ફિલ્મની વાર્તા આજના ભારતમાં વણી લેવામાં આવી છે. જો કે ફિલ્મના પાત્રો પાસે એવી શક્તિ હશે જે વિતેલા યુગની યાદ અપાવશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. કેટલાક દિવસ પહેલા બુલ્ગેરિયામાં ફિલ્મનું શૂટિંગ થયું હતું. સૂત્રોના કહ્યા પ્રમાણે સેટ પર મૌની અને આલિયાની દોસ્તી સારી એવી થઇ ગઇ છે.

આપને જણાવી દઇએ કે આ ફિલ્મ દ્વારા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી પહેલીવાર જોવા મળશે. અયાન મુખર્જી આ ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યા છે. આ એક ટ્રાયલૉજી સિરીઝ છે, જેનો પહેલો ભાગ 15 ઓગષ્ટ 2019નાં રોજ રિલીઝ કરવામાં આવશે.

‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં રણબીર કપૂર સુપરમેનની ભૂમિકામાં જોવા મળશે. આલિયા ભટ્ટ રણબીરની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.