પદ્માવત બાદ કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકા' પર વિવાદ શરૂ, બ્રાહ્મણો આવ્યા સામે - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પદ્માવત બાદ કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા’ પર વિવાદ શરૂ, બ્રાહ્મણો આવ્યા સામે

પદ્માવત બાદ કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા’ પર વિવાદ શરૂ, બ્રાહ્મણો આવ્યા સામે

 | 11:52 am IST

ઐતિહાસિક પાત્રો પર આધારિત ફિલ્મોને લઇ રાજસ્થાનમાં વિવાદ હજુ પણ થોભવાનું નામ લઇ રહ્યું નથી. ‘પદ્માવત’ બાદ હવે કંગના રાનૌતની ફિલ્મ ‘મણિકર્ણાકા: ધ ક્વીન ઓફ ઝાંસી’નો વારો આવ્યો છે, તેને લઇ રાજસ્થાનમાં ‘પદ્માવત’ જેવી જ બબાલ થતી દેખાઇ રહી છે.

રાજસ્થાનમાં કંગના સ્ટારર આ ફિલ્મનું શુટિંગ થઇ રહ્યું છે અને હવે રાજપૂત કરણી સેનાના તર્જ પર સર્વ બ્રાહ્મણ મહાસભા તેનો વિરોધ કરી રહ્યું છે.

મહાસભાના રાજ્ય અધ્યક્ષ સુરેશ મિશ્રા એ સોમવારના રોજ રાજસ્થાન સરકારને શુટિંગને તાત્કાલિક રોકીને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે કોઇ છેડછાડ થઇ નથી. તેમણે કહ્યું કે ફિલ્મનું શુટિંગ ત્યારે થવા દેશે જ્યારે નિર્માતા એ વાતનું આશ્વાસન આપે કે ફિલ્મમાં કોઇપણ આપત્તિજનક સીન નહીં હોય. એક પત્રકાર પરિષદમાં મહાસભાના અધ્યક્ષ એ કહ્યું કે જો ત્રણ દિવસમાં સરકાર એ તેની વાત સાંભળી નહીં તો તે પોતાનો વિરોધ વધુ તેજ કરી દેશે. તે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ અને ગૃહમંત્રી ચંદ કટારિયાને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાનું કહેશે.

મિશ્રાએ કહ્યું કે અમારા સૂત્રોએ કહ્યું કે નિર્માતા રાની લક્ષ્મીબાઇ અને એક અંગ્રેજની વચ્ચેમાં લવ સૉન્ગ શૂટ કરી રહ્યાં છે. અમને શક છે કે ફિલ્મ જયશ્રી મિશ્રાના વિવાદાસ્પદ પુસ્તક ‘રાની’ પર આધારિત છે. 9 જાન્યુઆરીના રોજ અમે નિર્માતા કમલ જૈનને ચિઠ્ઠી લખીને લેખકો અંગેની માહિતી આપવાની માંગણી કરી હતી. અમે એ ઇતિહાસકારો અંગે પણ જાણવા માંગીએ છીએ જેનો ફિલ્મકારોએ સંપર્ક કર્યો છે. આ ફિલ્મનો વિરોધ પણ ‘પદ્માવત’ની જેમ ના થઇ જાય, તેના માટે સરકાર એ કોઇ પગલાં ઉઠાવા પડશે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મનું શુટિંગ રાજસ્થાનના ઝુનઝુનમાં થઇ રહ્યું છે. આની પહેલાં પણ ડાયરેકટર કેટલાંક સીન જયપુરના આમેર કિલ્લા અને જોધપુરના મેહરાનગઢમાં શુટ કરી ચૂકયા છે.