વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર પ્લેયર બ્રાવો ડેટ કરી રહ્યો છે આ ભારતીય સ્ટાર અભિનેત્રીને - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર પ્લેયર બ્રાવો ડેટ કરી રહ્યો છે આ ભારતીય સ્ટાર અભિનેત્રીને

વેસ્ટ ઈન્ડિઝનો સ્ટાર પ્લેયર બ્રાવો ડેટ કરી રહ્યો છે આ ભારતીય સ્ટાર અભિનેત્રીને

 | 4:06 pm IST

હાલમાં ક્રિકેટર અને બોલીવુડ એક્ટ્રેસનું અફેર હોવું એકદમ સામાન્ય વાત બની ગઈ છે. આજકાલ કોઈને કોઈ ક્રિકેટ ખેલાડી કોઈને કોઈ બોલીવુડ અભિનેત્રીને સાથે અફેર હોવાની વાત સંભાળવામાં આવતી હોય છે. હવે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના સ્ટાર પ્લેયર ડ્વેન બ્રાવા ભારતીય અભિનેત્રીને ડેટ કરી રહ્યાના સમાચાર આવી રહ્યા છે. હાલમાં મુંબઈમાં રમવામાં આવેલ IPL-11ની પ્રથમ મેચમાં બ્રાવો અને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ સ્ટેડિયમ પર બ્રાવો માટે આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એક રિપોર્ટ અનુસાર, ટીવી સીરીઝ એન્સાઈડ એજની અભિનેત્રી નતાશા સૂરીને ડ્વેન બ્રાવો ડેટ કરી રહ્યા છે. બંને સ્ટાર થોડાં દિવસ અગાઉ કોફી શોપમાં પણ જોવા મળ્યા હતા.

નતાશા અગાઉ પણ ઘણી વખત IPLની મેચ જોવા આવતી હોય છે અને તે સ્ટેડિયમમાં વીઆઈપી બોક્સમાં હાજર હોય છે. નતાશા 2006માં મિસ ઇન્ડિયાનો તાજ જીતી ચુકી છે.

થોડાં દિવસ અગાઉ નતાશા બ્રાવોને ચીયર કરતાં પણ જોવા મળી હતી. જોકે બંને એકબીજાને સારાં મિત્રો હોવાનું કહી રહ્યા છે. બ્રાવો હાલમાં સિંગલ છે અને તેનું હાલમાં જ રેજિમા રામજતિ સાથે બ્રેકઅપ થયું છે.