બ્રાઝિલથી કોરિયા સુધી સાત રાષ્ટ્રપતિ અને ૩ વડા પ્રધાનોની 'કરપ્ટ સ્ટોરી' - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • બ્રાઝિલથી કોરિયા સુધી સાત રાષ્ટ્રપતિ અને ૩ વડા પ્રધાનોની ‘કરપ્ટ સ્ટોરી’

બ્રાઝિલથી કોરિયા સુધી સાત રાષ્ટ્રપતિ અને ૩ વડા પ્રધાનોની ‘કરપ્ટ સ્ટોરી’

 | 3:32 am IST

પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાની સજા નવાઝ શરીફે વડા પ્રધાનપદની ખુરશી ગુમાવી ચૂકવવી પડી. ફક્ત દોઢ વર્ષમાં પનામા પેપર લીક સાથે જોડાયેલા મામલે સુનાવણી થઈ અને એનો ચુકાદો પણ આવી ગયો. દુનિયાભરમાં ભ્રષ્ટાચારના દાખલા જોવા હોય તો ૨૦૧૭ અને ૨૦૧૬નાં વર્ષ આનાં સૌથી બહેતર ઉદાહરણ હોઈ શકે છે. આ વર્ષોમાં ભ્રષ્ટાચારના આરોપોને કારણે કેટલાય દેશોના રાષ્ટ્રપ્રમુખોએ પોતાનાં પદ પરથી રાજીનામું આપવું પડયું છે અથવા તેમની સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક દેશોમાં તો આરોપોના ઘેરાવામાં મહિલા રાષ્ટ્રપતિ પણ રહી છે. ઘણાખરા દેશોમાં જનતા હવે ભ્રષ્ટ શાસકોને સ્વીકારવા માગતી નથી. તેમને બોધપાઠ ભણાવવા માટે અને તેમનાં કરતૂતની સજા આપવા માટે જનતા રોડ પર ઊતરી વિરોધ કરવામાં પણ પાછળ ન હટી…

નવાઝ શરીફ, પાકિસ્તાન  

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ સહિત તેમના પરિવારજનો પર કાળું નાણું છુપાવવા, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપ હતા.  તેમના પરિવારજનો દોષિત જણાયાં પછી તેમને વડા પ્રધાનપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા. ચુકાદા બાદ તેમણે પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું.

લુઈ ઇનાસિયો લુલા દા સિલ્વા, બ્રાઝિલ  

જુલાઈ ૨૦૧૭માં બ્રાઝિલના નેતા લુલાને ભ્રષ્ટાચાર અને પૈસાની હેરફેર માટે દોષિત માનવામાં આવ્યા છે. ૨૦૦૩થી ૨૦૧૦ સુધી રાષ્ટ્રપતિ રહેલા લુલાએ સૌથી મોટા લેટિન અમેરિકી દેશના વિકાસને તેજ ગતિ આપી. વસતીને ગરીબીમાંથી બહાર કાઢવાનું શ્રેય તેમને આપવામાં આવે છે.

પાર્ક ગ્વેન હઈ, દક્ષિણ કોરિયા 

ભ્રષ્ટાચારના આરોપમાં કેટલાય મહિના સુધી ભારે વિરોધપ્રદર્શન પછી દક્ષિણ કોરિયાનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પાર્ક ગ્વેન હઈને પદથી હટાવી દેવામાં આવ્યાં. ગ્વેન હઈને બળજબરી વસૂલી, ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ બાબતે દોષિત ઠેરવવામાં આવ્યાં. પાર્ક ગ્વેન હઈ પર ડિસેમ્બર ૨૦૧૬માં ઇમ્પિચમેન્ટ લાગ્યું.

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ પર ઇમ્પિચમેન્ટ    

ઓગસ્ટ ૨૦૧૬માં ડિલ્મા રાઉસેફ પર લાગેલા ઇમ્પિચમેન્ટ માટે વોટિંગ થયું, ૮૧ સેનેટરોએ તેમને હટાવવાની તરફેણમાં વોટિંગ કર્યું અને ડિલ્માની તરફેણમાં ફક્ત ૬૧ વોટ પડયા. તેમના પર સામાન્ય બજેટમાં ગેરકાયદે ગડબડ કરવાના આરોપ હતા. બ્રાઝિલમાં ‘કાર વોશ સ્કેન્ડલ’ને કારણે સરકાર બહુ ખરાબ રીતે ઘેરાઈ ગઈ હતી.

આર્જેન્ટિનામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભ્રષ્ટાચારમાં દોષિત    

૨૦૦૭થી ૨૦૧૫ સુધી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ક્રિસ્ટિના ફર્નાન્ડીઝ અને તેમની પાર્ટીના ચાર નેતા સહિત ૧૪ જણ મે ૨૦૧૬માં ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત જણાયા, આરોપ હતો કે તેમણે દેશની સેન્ટ્રલ બેન્કમાં રહેલા અમેરિકી ડોલરને માર્કેટ રેટથી ઓછી કિંમતે વેચી દીધા, આર્જેન્ટિનાની કરન્સી પેસોની કિંમત ડોલરની તુલાનાએ ૩૦ ટકા કમજોર થઈ ગઈ હતી.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ પર ૭૮૩ કેસ  

જૂન ૨૦૧૬માં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ જુમા પર પ્રિટોરિયાની અદાલતે ભ્રષ્ટાચારના લગભગ ૭૮૩ કેસ ચલાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. અદાલતમાં આના વિરુદ્ધ જેકબ જુમાએ અનેક દલીલ કરી પણ અદાલતે એ ફગાવી દીધી. તેમના પર અબજો ડોલરનાં હથિયાર ખરીદવાના સોદાથી લઈને ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા.

એહુદ ઓલ્મર્ટ, ઇઝરાયેલ     

૨૦૧૪માં તેમને ભ્રષ્ટાચાર માટે દોષિત માનવામાં આવ્યા. ફેબ્રુઆરી ૨૦૧૬માં તેઓ જેલમાં ગયા પણ ૨૦૧૭ના જુલાઈમાં તેમની સજા ઓછી કરી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા. જેલ જનારા ઇઝરાયેલના પ્રથમ ભૂતપૂર્વ વડા પ્રધાન છે. તેમના પછી દેશી લગામ બેન્યામિન નેતન્યાહૂએ સંભાળી.

આદ્રિયાન નાસ્તાસે, રોમાનિયા    

૨૦૧૨માં આદ્રિયાન નાસ્તાસેને ભ્રષ્ટાચારના આરોપમાં બે વર્ષની સજા કરવામાં આવી. રોમાનિયાની ક્રાંતિ પછીના દોરમાં તેઓ પ્રથમ ભૂતપૂર્વ વડા પ્રધાન હતા, જેમને જેલની સજા કરવામાં આવી, તેઓ ૨૦૦૪થી ૨૦૦૬ સુધી રોમિનાયાના વડા પ્રધાન હતા.

ચાર્લ્સ જી. ટેલર, લાઇબેરિયા  

તેમને સીએરા લિયોનમાં ૧૯૯૦ના દાયકામાં થયેલા ગૃહયુદ્ધ દરમિયાન સામાન્ય લોકો પર જુલમ ગુજારવાના દોષિત માનવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી થયેલા નુરેમ્બર્ગ ટ્રાયલ્સ પછી ટેલર પ્રથમ એવા રાષ્ટ્રપ્રમુખ છે જેમને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલે દોષિત જાહેર કર્યા..

ગ્વાટેમાલામાં પડી ગઈ સરકાર

અહીંના રાષ્ટ્રપતિ ઓત્તો પેરેજ મોલિના અને ઉપરાષ્ટ્રપતિ રોક્સાના બેલાદેત્તી રુશવતખોરીમાં સામેલ જણાયા હતા. જૂન ૨૦૧૬માં ઓટ્ટો પેરેજની સરકારમાં રહેલા પાંચ ભૂતપૂર્વ પ્રધાનો વિરુદ્ધ બેલોદત્તી અને પેરેજ માટે દરિયાકિનારે ઘર ખરીદવા માટે ઉપરાષ્ટ્રપતિના અંગત સચિવને ૪૫ લાખ ડોલર આપવાનો આરોપ હતો.

;