જન્મ બાદ તરત ચાલવા લાગ્યું બાળક, વિશ્વાસ ના હોય તો જુઓ Video - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • જન્મ બાદ તરત ચાલવા લાગ્યું બાળક, વિશ્વાસ ના હોય તો જુઓ Video

જન્મ બાદ તરત ચાલવા લાગ્યું બાળક, વિશ્વાસ ના હોય તો જુઓ Video

 | 5:01 pm IST

નાના બાળકોના કારસ્તાન તમે બહુ જોયા હશે. એવો એક વીડીઓ સોશિઅલ મીડિયામાં પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડીઓમાં એક ન્યૂ બોર્ન બેબી જન્મતાની સાથે ચાલવા લાગે છે. આ જોઇને ડોકટરો નહિ પરંતુ સમગ્ર દુનિયાના લોકોને આશ્ચર્ય થાય છે. સામાન્ય રીતે કોઈ નાનું બાળક રડે અથવા હશે તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે તેને પૂર્વજન્મની કોઈ યાદ આવતી હશે.

આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે બાદ થોડાક જ સમયમાં ફેસબુક પર તેને 5 મિલિયન વ્યુ અને 1.3 મિલિયન શેર મળ્યા હતા. ઘટના મુજબ બાળકનો જન્મ થતા જ હોસ્પિટલ સ્ટાફે તેને બાથ કરાવવા માટે પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બ્રાઝિલમાં બની છે જ્યાં એક મેટરનિટી હોસ્પિટલમાં બાળક જન્મબાદ અચાનક ઉભુ થવા પ્રયાસ કરતું હતું અને જ્યારે હોસ્પિટલ સ્ટાફે તેને થોડી મદદ કરી તો તે તરત ઉભુ થઈને ચાલવા લાગ્યું હતું. હોસ્પિટલ સ્ટાફે તેનો વીડિયો પણ બનાવ્યો છે.

આ જ સમયે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં રહેલી અન્ય એક વ્યક્તિએ કહ્યું કે ‘મને આ મિરેકલની ફિલ્મ બનાવવા દો.’ આ વીડિયોમાં દેખાતી નર્સે જણાવ્યું કે, ‘હું બાળકને બાથ કરાવવા માટે પ્રયાસ કરતી હતી પરંતુ તે ઉભુ થવા માગતી હતી અને ચાલવા માગતું હતી. વીડિયોમાં તે હાથથી પોઇન્ટ કરીને જણાવે પણ છે કે બાળકી કેટલું ચાલી છે.’

જેના માટે સ્ટાફ નર્સે તેની છાતીની ફરતે હાથ રાખી તેને થોડું ઉંચુ કરવા પ્રયાસ કરતા મિરેકલ બેબી પોતાની જાતે ચાલવા માટે પ્રયાસ કરવા લાગ્યું હતું. જેને જોઈને નર્સ બોલી ઉઠી હતી કે, ‘OMG, ગર્લ ચાલી રહી છે, પ્રભુનો ચમત્કાર છે.’જોકે આ મિરેકલ બેબી બ્રાઝિલના ક્યા શહેરમાં અને ક્યા ફેમેલીમાં જન્મ્યું છે તે અંગે હજુ સુધી કોઈ પૂરતી માહિતી નથી.