આ વિસ્તારમાંથી સામે આવ્યો ખતરનાક વીડિયો, 50 વર્ષ બાદ આ રીતે જોવા મળ્યો હિમવર્ષાનો નજારો
સાઉદી અરેબિયામાંથી જો ખતરનાક હિમવર્ષા(heavy snowfall)ની ખબર આવે તો દરેક લોકો હેરાન રહી જાય છે. લોકો વિચારમાં પડી જાય કે આખરે એક ગરમ પ્રદેશમાં અને રેગિસ્તાનમાં હિમવર્ષા(heavy snowfall) કઈ રીતે સંભવ છે. પણ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે બધાના હોંશ ઉડાડી દીધા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રેગિસ્તાનના રણમાં બરફનો વરસાદ થઈ રહ્યો છે અને સાથે સાથે ઉંટની પીઠ પર પણ સફેદ કલરની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 50 વર્ષ પછી આ નજારો જોવા મળ્યો હતો. જો કે આ પહેલાં પણ હિમવર્ષા તો થઈ જ છે પણ આટલા મોટાપાયે 50 વર્ષમાં ક્યારેય નથી થઈ. તો વળી એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે સાઉદી અરેબિયામાં આ હિમવર્ષા(heavy snowfall) એ એક દુર્ઘટના સમાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન