Breaking News: India Air Strike In Pok
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાકિસ્તાનના નાક નીચે PoKમાં ભારતની ‘પિન પૉઈન્ટ સ્ટ્રાઇક’, સેનાએ કહ્યું- વાત ખોટી છે

પાકિસ્તાનના નાક નીચે PoKમાં ભારતની ‘પિન પૉઈન્ટ સ્ટ્રાઇક’, સેનાએ કહ્યું- વાત ખોટી છે

 | 7:06 pm IST

પાકિસ્તાન (Pakistan) અને ચીન (China) સાથેની સરહદ પર તંગદિલી વચ્ચે ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી હોવાના અહેવાલને સેનાએ ફગાવી દીધા છે. એવા અહેવાલ હતા કે ભારતીય સેના (Indian Army)એ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું છે. પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક (Air Strike) કરી છે. સુરક્ષા સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં લૉન્ચિંગ પેડ પર એરસ્ટ્રાઇક કરી છે. જોકે ભારતીય સેનાએ કહ્યું છે કે LoC પર આજે કોઈ ફાયરિંગ થઈ નથી. PTI દ્વારા જાહેર કરવામાં આવેલો અહેવાલ 13 નવેમ્બરનો હોવાનું સેનાએ કહ્યું છે. આ અહેવાલ પર ભારતીય સેનાના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઑપરેશન  લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહે કહ્યું કે, ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કાર્યવાહી કરી હોવાના અહેવાલ ખોટા છે.

કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના પાકિસ્તાનના પ્રયત્નો

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના ઉદ્દેશથી વૈશ્વિક આતંકવાદ વિરોધી એફએટીએફથી તપાસથી બચવા અને એજ સમયે આતંકનું સમર્થન કરવાની વચ્ચે એક સારું સંતુલન બાંધવાનો પ્રત્યન કરી રહ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી બૉર્ડર પર આતંકવાદી ગતિવિધિઓ અને પાકિસ્તાન તરફથી સીઝ ફાયર ઉલ્લંઘનની ઘટનાઓ વધી છે.

જમ્મુ-કાશ્મીરમાં 4 આતંકવાદીઓને કર્યા ઠાર

તેમણે કહ્યું કે, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના ઉદ્દેશથી વૈશ્વિક આતંકવાદ વિરોધી એફએટીએફથી તપાસથી બચવા અને એજ સમયે આતંકનું સમર્થન કરવાની વચ્ચે એક સારું સંતુલન બાંધવાનો પ્રત્યન કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ચારેય આતંકીઓ ટ્રક (Truck)માં ગોળા-બારુદ લઈને જમ્મુથી શ્રીનગર (Jammu-Sri Nagar) જઈ રહ્યા હતા. સેનાને આ આતંકીઓની માહિતી મળતા જ નગરોટામાં આવેલા ટોલ પ્લાઝા (Tall Plaza) પર તેમને રોકવામાં આવ્યા હતા. સેનાએ આંતકીઓને સરન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહોતા.

આ વિડીયો પણ જુઓ: POKમાં ભારતીય સેનાની વધુ એક એર સ્ટ્રાઈક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન