મેક્કુલમની ટોપીએ આપ્યું હતું ક્રિસ ગેલને જીવનદાન, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મેક્કુલમની ટોપીએ આપ્યું હતું ક્રિસ ગેલને જીવનદાન, જુઓ વીડિયો

મેક્કુલમની ટોપીએ આપ્યું હતું ક્રિસ ગેલને જીવનદાન, જુઓ વીડિયો

 | 6:43 pm IST

ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ક્રિસ ગેલનો બ્રેન્ડન મેક્કુલમે બાઉન્ડ્રી પર એક જોરદાર કેચ પકડ્યો હતો. જો કે તેની એક ભૂલને કારણે થર્ડ અમ્પાયરે ગેલને નોટ આઉટ આપ્યો હતો. મેક્કુલમની ટોપી બાઉન્ડ્રી લાઇનને અડી જતા અમ્પાયરે સિક્સર આપી હતી.

મેચની 8મી ઓવર રવિન્દ્ર જાડેજા નાખી રહ્યો હતો. આ ઓવરના અંતિમ બોલ પર ક્રિસ ગેલે સિક્સર મારવા પ્રયાસ કર્યો હતો. જો કે બાઉન્ડ્રી પર ગુજરાત લાયન્સના બ્રેન્ડન મેક્કુલમે જોરદાર ડાઇવ મારીને બોલને પકડી લીધો હતો. ક્રિસ ગેલ પણ પેવેલિયન તરફ ચાલવા લાગ્યો હતો. જો કે અમ્પાયરે તેને અટકાવ્યો હતો. મેક્કુલમની આ ફિલ્ડિંગ જોઇ ખુદ ગેલ અને વિરાટ કોહલી પણ તેને શુભેચ્છા આપવા દોડી આવ્યા હતા.

જો કે થર્ડ અમ્પાયરે રિવ્યૂ જોયા બાદ ગેલને નોટ આઉટ આપ્યો હતો. કેચ પકડતા સમયે બ્રેન્ડન મેક્કુલમની ટોપી બાઉન્ડ્રી લાઇનને અડી ગઇ હતી જેને કારણે ગેલને જીવનદાન મળ્યુ હતું. આ સમયે ગેલ 38 રને રમતમાં હતો. ગેલે ત્યારબાદ 77 રનની ઇનિંગ રમી હતી.