લાંચની વ્યાખ્યા બદલાઈ, લેવડ-દેવડ બદલ હવે ૭ વર્ષની સજા - Sandesh
  • Home
  • India
  • લાંચની વ્યાખ્યા બદલાઈ, લેવડ-દેવડ બદલ હવે ૭ વર્ષની સજા

લાંચની વ્યાખ્યા બદલાઈ, લેવડ-દેવડ બદલ હવે ૭ વર્ષની સજા

 | 12:32 am IST

નવી દિલ્હી :

ભ્રષ્ટાચાર વિરોધી કાયદો લાગુ કરવા દરમિયાન સરકારે તેમાં આવતા અનુચિત લાભની વ્યાખ્યાને વધુ એક વખત વિસ્તારિત કરીને લાંચના વિવિધ મુદ્દાઓને તેમાં આવરી લીધા છે. ૨૦૧૩માં સરકારે લાંચની પરિભાષાને વિસ્તારિત કરવા માટે એક અધિનિયમ લાગુ કર્યો હતો. ત્યારબાદ પણ તેમાં કેટલીક ત્રુટીઓ રહી જતા તેમાં ૨૦૧૫માં ફરી સુધારા કરાયા હતા.

અનુચિત લાભનો અર્થ વ્યાપક કરાયો

  • અનાવશ્યક લાભ શબ્દનો અર્થ પણ વ્યાપક પ્રમાણમાં રાખવામાં આવ્યો છે.
  • ૨૦૧૩માં લાંચ માટે આર્થિક અથવા અન્ય લાભનો શબ્દપ્રયોગ કરાતો હતો. તેમાં સેવા અને સુવિધા તથા લાભનો સ્પષ્ટ ઉલ્લેખ ન હતો.
  • ૨૦૧૫માં સુધારો કરીને આર્થિક લાભ કે અન્ય સંતુષ્ટિ જેવા શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો, તેનાં હેઠળ આ શબ્દ વધુ વ્યાપક બન્યો, તેમાં અનુચિત લાભને વ્યાપક અર્થમાં લેવાની સલાહ આપવામાં આવી.
  • તાજેતરમાં અનુચિત લાભની વ્યાખ્યા વધુ વ્યાપક કરીને કોઈપણ પ્રકારના અયોગ્ય અને ગેરકાયદે લાભ કરવામાં આવી. તેમાં જાતીય સંબંધ માટે દબાણ કે અન્ય કોઈ વસ્તુ અથવા સેવાની માગણી કે સંબંધીને નોકરી અપાવવાનું દબાણ કરવા સુધીની બાબતોનો સમાવેશ કરી લેવાયો છે.