લગ્નમાં ફેરા વખતે ડાન્સ કરવો આ વર-કન્યાને મોંઘુ પડ્યું, લોકો લાલઘૂમ થઈને વરસાવી રહ્યાં છે ફિટકાર – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લગ્નમાં ફેરા વખતે ડાન્સ કરવો આ વર-કન્યાને મોંઘુ પડ્યું, લોકો લાલઘૂમ થઈને વરસાવી રહ્યાં છે ફિટકાર

લગ્નમાં ફેરા વખતે ડાન્સ કરવો આ વર-કન્યાને મોંઘુ પડ્યું, લોકો લાલઘૂમ થઈને વરસાવી રહ્યાં છે ફિટકાર

 | 8:47 am IST
  • Share

લગ્નના ફેરા સમારોહ(Phera Ceremony)નો એક વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર વાયરલ(Viral Video) થઈ રહ્યો છે, જેણે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. વર-કન્યાએ ફેરામાં ડાન્સ(Bride And Groom Dancing During Phera Ceremony) કર્યો અને લોકોને ભારે ખોટું લાગી ગયું. બિરલા પ્રેસિઝન ટેક્નોલોજીસ(Birla Precision Technologies)ના અધ્યક્ષ અને એમડી વેદાંત બિરલા(Vedant Birla) દ્વારા વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો, જેમણે તેને અપમાનજનક ગણાવ્યું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.

પવિત્ર અગ્નિની સાક્ષીમાં ફેરા ફરવા એ હિન્દુ વિવાહનું એક મહત્વપૂર્ણ પાસું છે. આ લગ્ન સમારોહ દરમિયાન એક પુજારી પ્રાર્થના કરે છે ત્યારે વર અને કન્યા સાત વખત અગ્નિની આસપાસ ફેરા ફરે છે. બિરલાએ શેર કરેલા વીડિયોમાં લગ્નના ફેરા દરમિયાન વર-કન્યા ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. આ જોઈને મહેમાનો પણ હસતાં જોવા મળ્યા હતા. વીડિયો પોસ્ટ કરતાં વેદાંત બિરલાએ કેપ્શનમાં લખ્યું કે, ‘આ લગ્ન છે કે સંસ્કારની આહુતિ? ભૂલશો નહીં કે તમે ફક્ત તમારી સંસ્કૃતિ અને મૂલ્યોને કારણે જ વિશ્વમાં પૂજનીય છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન