Bride Dancing On Nagada Song During Her Marriage
  • Home
  • Featured
  • પોતાના લગ્નમાં દુલ્હને કરી ગજબ હરકત, તમે પણ હસી પડશો, જુઓ વિડીયો

પોતાના લગ્નમાં દુલ્હને કરી ગજબ હરકત, તમે પણ હસી પડશો, જુઓ વિડીયો

 | 3:21 pm IST

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનાં લગ્નની તસવીરો એક તરફ ઘણી જ વાયરલ થઈ છે તો બીજી તરફ એક એવા લગ્નનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઇને તમને પણ મજા આવી જશે. લગ્ન દરમિયાન ગીતો સાંભળીને દુલ્હન એટલી એક્સાઇટેડ થઈ જાય છે કે સીટ પર બેઠા બેઠા ડાંસ કરવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ધમાલ મચાવી રહ્યો છે.

વિડીયોમાં જોઇ શકાય છે કે લગ્નમાં બોલીવુડ સૉન્ગ વાગી રહ્યા છે અને વર-વધૂ બેઠેલા છે. ગીત સાંભળતા જ દુલ્હન લિપ્સિંગ કરતા સીટ પર જ ડાંસ કરવા લાગે છે. દીપિકાનું સૉન્ગ ‘નગાડા’ જેવું જ વાગે છે ત્યારે દુલ્હન હાથ ઊંચા કરીને ડાંસ કરવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન