લગ્ન કરવા જતા પહેલા મતદાન કરવાની ફરજ ન ચૂકી નવવધૂ, Video - Sandesh
NIFTY 10,786.95 +19.30  |  SENSEX 35,483.47 +39.80  |  USD 67.4175 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • લગ્ન કરવા જતા પહેલા મતદાન કરવાની ફરજ ન ચૂકી નવવધૂ, Video

લગ્ન કરવા જતા પહેલા મતદાન કરવાની ફરજ ન ચૂકી નવવધૂ, Video

 | 4:08 pm IST

મહેસાણા જિલ્લાના 13 ગ્રામ પંચાયતોની ચૂંટણી હાલ ચાલી રહી છે. વહેલી સવારથી મતદાન મથકો પર કતારો જોવા મળી હતી. ત્યારે એક નવવધૂએ પણ લગ્ન પહેલા મતદાન કરીને પોતાની ફરજ દાખવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરી રહેલા યુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બીજી તરફ વૃદ્ધો પણ પોતાની ફરજ બજાવવાનું ચૂક્યા ન હતા.

આજે રાજ્યભરમાં 1423 પૈકીની 1183 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 8 વાગ્યાથી જ મતદાનની શરૂઆત થઈ ગઈ હતી. જેમાં મતદારો પણ પોતાનો વોટ આપવા મતદાન કેન્દ્રમાં પહોંચ્યા છે. સાંજે 5 વાગ્યા સુધી આ મતદન થશે. આ માટે રાજ્યની તમામ જિલ્લા પંચાયતોને જવાબદારી પહેલેથી જ સોંપી દેવામાં આવી છે.