Bride Horse Ride Her Wedding In Madhyapradesh
  • Home
  • Featured
  • ઘોડા પર સવાર થઇ વાજતે-ગાજતે NRI વરરાજાના ઘરે પહોંચી દુલ્હન

ઘોડા પર સવાર થઇ વાજતે-ગાજતે NRI વરરાજાના ઘરે પહોંચી દુલ્હન

 | 9:54 am IST

મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક અનોખી જાન નીકળી. ઘોડી પર સવાર થઇને દુલ્હન એનઆરઆઇ વરરાજાને લગ્નનું આમંત્રણ આપવા માટે પહોંચી હતી. તેમના સમાજમાં અનોખી પરંપરા રહી છે કે લગ્નની પહેલાં દુલ્હન જાન લઇને જાય અને વરરાજાના પરિવારને આમંત્રણ પાઠવે.

અંશુતા મુંશી – અપેક્ષિત શાહના લગ્ન

આપને જણાવી દઇએ કે અંશુતા મુંશીના આજે અપેક્ષિત સાથે લગ્ન થવાના છે. સ્થાનિક સામાજિક પરંપરા અનુસાર લગ્નના એક દિવસ પહેલાં દુલ્હન અંશુતા ઘોડી પર સવાર થઇ વાજતે ગાજતે થનાર એનઆરઆઇ પતિને મળવા પહોંચી અને આમંત્રણ પાઠવ્યું. હાલ અપેક્ષિત શાહ અમેરિકામાં એપલ કંપનીમાં એન્જિનિયર છે.

સામાન્ય રીતે લગ્નનું નિમંત્રણ કાર્ડ કાગળ પર છપાય છે. લગ્ન બાદ તેને ફેંકી દેવામાં આવે છે અને કચરો ફેલાય છે. પરંતુ અપેક્ષિત શાહ અને અંશુતાના લગ્નના નિમંત્રણ કાર્ડ કોટનની થેલી અને રૂમાલમાં અપાયું છે. આ બંને વસ્તુ કામમાં આવશે. તેમજ પર્યાવરણને નુકસાનથી બચાવી શકાશે.

આ વીડિયો પણ જુઓ : સુરતમાં ગાયની સાક્ષીમાં લગ્ન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન