સાગર સોલંકીના વરરાજાના જ પરિધાનમાં કરાયા અંતિમ સંસ્કાર, કન્યાએ ચોધાર આંસુડે આપી અંતિમ વિદાય - Sandesh
NIFTY 10,530.60 -34.70  |  SENSEX 34,323.83 +-103.46  |  USD 66.0200 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • સાગર સોલંકીના વરરાજાના જ પરિધાનમાં કરાયા અંતિમ સંસ્કાર, કન્યાએ ચોધાર આંસુડે આપી અંતિમ વિદાય

સાગર સોલંકીના વરરાજાના જ પરિધાનમાં કરાયા અંતિમ સંસ્કાર, કન્યાએ ચોધાર આંસુડે આપી અંતિમ વિદાય

 | 5:13 pm IST

પોતાના જ લગ્નમાં સાગર ડાન્સ કરતી વખતે મોતને ભેટ્યો અને લગ્ન પહેલા ખુશખુશાલ મુદ્દામાં સાગરની તસવીર

રણોલીથી જાન લઇને ગયેલા વડોદરાના સોલંકી પરિવારમાં વરરાજા સાગર સોલંકીનું કન્યાના માંડવે પહોંચે તે પહેલાં જ આકસ્મિક નિધન થઈ જતાં, કોડભરી કન્યાના પોતાના પતિ સાથે નવા જીવન શરૂ કરવાના ઓરતા અધૂરા રહી ગયા હતા. કોડભરી કન્યાએ સાગર સોલંકીના અંતિમ દર્શન કરવાની જિદ કરતા તેને વધુના પોશાકમાં જ વરરાજના મૃત શરીર પાસે લઈ જવાયી હતી. કન્યા સાગરના મૃતદેહ પાસે દીવો કરીને ચોધાર આંસુએ રડી પડી હતી. સોલંકી પરિવારમાં ખુશી બદલે શોકનું મોજુ ફરી વળ્યુ છે. આ પરિવારે પોતાના વહાલસોયાને ગુમાવી દીધો છે. વરરાજા સાગર સોલંકી વરઘોડામાં નાચતા નાચતા અનાચક જ હાર્ટએટેકને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાને કારણે લગ્ન પહેલાની તેની કેટલીક તસવીરોમાં સાગર ખુબ જ ખુશ હતો.

વરરાજાના પરિધાનમાં જ કરાયા અંતિમસંસ્કાર
સાગર સોલંકી મૂળ વડોદરા નજીક આવેલા રણોલી ગામનો રહેવાસી હતો. અને તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સાગર લગ્ન બોરસદ ખાતે નક્કી થયા હતા. જેથી તે ખુબ જ ખુશ હતો. ગત 9 મેના રોજ સાગરની જાન વડોદરાથી રણોલી ગઇ હતી. રાત્રીના સમયે વરઘોડામાં મિત્રના ખભા પર બેસીને સાગર ડાન્સ કરી રહ્યો હતો. આ ઘડી તેના જીવનની અંતિમ ઘડી બની ગઇ હતી. આ સમયે સાગરને હાર્ટ એટેક આવતા તેનું હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ વરરાજાના પરિધાનમાં જ સાગરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સાગરના મૃત્યુથી રણોલી ગામમાં હાલ શોકનો માહોલ ફેલાઇ ગયો છે.

કન્યાએ પકડી ભાવી પતિના અંતિમ દર્શનની જીદ….સાગરના મૃતદેહ પાસે દીવો કરીને કન્યા ચોધાર આંસુએ રડી પડી. રડતા રડતાં જ તેણે સાગરને અંતિમ વિદાય આપી હતી..ખરેખર તો પિતૃ ગૃહેથી વિદાય લઈને કન્યાએ જવાનું હતું પણ સાગર જ આ દુનિયાને અલવિદા કરી ગયો. પોતાની અંતિમ ક્ષણોમાં પણ ખુશખુશાલ હાલતમાં સાગરની તસવીરો જોઈને તમારી આઁખમાં પણ આવી જશે.