ગજબનો કિસ્સો, ચાલુ લગ્નમા જ યુવતીએ આપ્યો બાળકીને જન્મ - Sandesh
  • Home
  • World
  • ગજબનો કિસ્સો, ચાલુ લગ્નમા જ યુવતીએ આપ્યો બાળકીને જન્મ

ગજબનો કિસ્સો, ચાલુ લગ્નમા જ યુવતીએ આપ્યો બાળકીને જન્મ

 | 5:52 pm IST

દુલ્હા-દુલ્હન માટે લગ્ન સૌથી સ્પેશિયલ મોમેન્ટ હોય છે. લગ્નના દિવસેડાન્સની તસવીરો યાદગાર બની જતી હોય છે. પરંતુ તમે સાંભળ્યું છે કે, ડાન્સ કરતા સમયે કોઈ દુલ્હને બાળકને જન્મ આપ્યો હોય. તમે પણ હેરાન થઈ જશો આ સમાચાર સાંભળીને. ઈગ્લેડના વેસ્ટ મિડલેન્ડનો આ કિસ્સો છે. 9 મહિના 2 દિવસની પ્રેગનેન્ટ મહિલાએ પોતાના લગ્નના દિવસે જ બાળકને જન્મ આપ્યો હતો. તે દુલ્હા સાથે ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહી હતી. 19 વર્ષીય ડૈની માઉટફોર્ડ અને 18 વર્ષીય કાર્લે પ્લાન કર્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં તેઓ લગ્ન કરી લેશે. પણ તેમને આશા ન હતી કે, ડિલીવરી આટલી વહેલા થઈ જશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 18 ડિસેમ્બરની સાંજે જ્યારે ડૈની પોતાનો વેડિંગ ડ્રેસ પહેરીને લગ્નમાં પહોંચી તો ડાન્સ કરતા સમયે તેની વોટરબેગ ફાટી ગઈ હતી અને બાળક બહાર આવવા લાગ્યું હતું. ડૈનીએ કહ્યું કે, એક પળમાં હું મારા થનારા પતિ સાથે ડાન્સ કરી રહી હતી અને બીજી જ પળમાં બાળકને જન્મ આપી રહી હતી. આ મારા માટે સૌથી મોટી સરપ્રાઈઝ છે. આ
લગ્નનો દિવસ મારા માટે સૌથી મોટી સ્પેશિયલ ગિફ્ટ છે.

આ દરમિયાન હોલમાં બધા જ મહેમાનો આવી ગયા હતા. દુલ્હનને આવું જોઈને બધા જ હેરાન રહી ગયા હતા. તેમને ખબર જ ન હતી કે, દુલ્હન પ્રેગનેન્ટ હતી. ત્યારે લોકોએ તરત એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. દુલ્હનના હોસ્પિટલ લઈ જવાયા બાદ કાર્લે લોકોને પાર્ટી ચાલુ રાખવાનું કહ્યું હતું. દીકરીને જન્મ આપ્યા બાદ ડૈનીને રિલીવ કરાઈ હતી. ડૈની માઉટફોર્ડ અને કાર્લ પોતાની દીકરીનું નામ જેસ્મિન રાખ્યું છે. બાળકીની ડિલીવરી નોર્મલ થઈ હતી, તેનું વજન પણ 2.7 કિલો જ હતું.