Bride's Friend Filled Case Against Groom Before 2 Days Of Marriage
  • Home
  • Featured
  • લગ્નનાં 2 દિવસ પહેલા જ યુવકે થનાર પત્નીની બહેનપણી સાથે પાર કરી તમામ હદ

લગ્નનાં 2 દિવસ પહેલા જ યુવકે થનાર પત્નીની બહેનપણી સાથે પાર કરી તમામ હદ

 | 7:37 pm IST

લગ્નનાં ઠીક 2 દિવસ પહેલા એક વ્યક્તિએ થનાર પત્નીની બહેનપણી સાથે કથિત રીતે દુષ્કર્મ કર્યું. અમેરિકાનાં પોકોનૉસમાં લગ્નની ઇવેન્ટમાં શખ્સે પોતાની થનારી પત્નીની સહેલીની સાથે આ અપરાધને અંજામ આપ્યો. કૉંર્ટેનાં રેકોર્ડ પ્રમાણે છોકરી તે સમયે નશામાં હતી અને તે જ સ્થિતિમાં શખ્સે તેની સાથે કથિત રીતે જાતીય સતામણી કરી.

એફિડેવિટ પ્રમાણે આ ઘટના 30 ઑગષ્ટની રાત્રે પ્રી વેડિંગ પાર્ટી દરમિયાન થઈ. પાર્ટીથી પહેલા સંબંધીઓ અને દોસ્તોએ ડેલાવેયર નદીની પાસે રાફ્ટિંગ, પેડલિંગ અને ડ્રિંકિંગ કર્યું. પીડિત મહિલાની ઉંમર 29 વર્ષ છે. તેણે તપાસ કરતા અધિકારીઓને જણાવ્યું કે, “રાફ્ટિંગ દરમિયાન તે સંપૂર્ણ રીતે નશામાં હતી. જ્યારે તેને ભાન આવ્યું તો તેણે જોયું કે તે પુરૂષોનાં લોકર રૂમમાં છે અને તેની સાથે તેની સહેલીનો પતિ છે, ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો.”

સ્ટ્રુડ્સબર્ગનાં 28 વર્ષિય ડેનિયલ જે કાર્ને પર સંમતિ વગર સેક્સુઅલ ઇન્ટરકોર્સ કરવાનો આરોપ લાગ્યો છે. પેન્સેલવાનિયા સ્ટેટ પોલીસે પીડિત મહિલા અને આરોપી કાર્નેનાં ટેક્સ્ટ મેસેજ અને બંનેની ફોન કૉલથી મળેલી જાણકારીનાં આધારે આરોપ નક્કી કર્યા છે. જો કે કાર્નેને જમાનત મળી ગઈ છે. એફિડેવિટ પ્રમાણે, તપાસકારોએ કાર્નેનું 2 સપ્ટેમ્બરનાં ઇન્ટરવ્યૂ લીધું તો તેણે દાવો કર્યો કે તે રાત્રે નશામાં હતો અને તેને લાગ્યું કે તે છોકરી તેનો ફાયદો ઉઠાવી રહી છે.

તેણે પહેલા તપાસમાં કહ્યું કે, છોકરીએ લૉકર રૂમ સુધી તેનો પીછો કર્યો હતો, જ્યારે તે શૉવર લેવા માટે જઇ રહ્યો હતો. જો કે ત્યારબાદ તેણે કબુલ્યું કે તે છોકરીને જબરદસ્તી ઘસેડીને લઇ ગયો હતો. રિપોર્ટ છતા 1 સપ્ટેમ્બરનાં કાર્નેનાં લગ્ન થા. 2 સપ્ટેમ્બરનાં છોકરી હોસ્પિટલ પહોંચી અને જણાવ્યું કે તેની સાથે જાતીય સતામણી થઈ છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદના સાણંદ ખાતે ગુલમોહર ગ્રીન્સ ખાતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન