Bridge Collapsed in Jamnagar-Junagadh Highway
  • Home
  • Featured
  • જામનગર-જૂનાગઢ હાઈવે પર બ્રિજ ઓચિંતો ધરાશાયી થયો, મોટી જાનહાનિ ટળી

જામનગર-જૂનાગઢ હાઈવે પર બ્રિજ ઓચિંતો ધરાશાયી થયો, મોટી જાનહાનિ ટળી

 | 6:16 pm IST

જામનગર-જૂનાગઢ હાઈવે પર વર્ષો જૂનો એક બ્રિજ ઓચિંતો ધરાશાયી થઈ ગયો હતો. જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામની પાસે કોબેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલો બ્રિજ બપોરના સમયે ધરાશાયી થઈ ગયો હતો.

બપોરના બે વાગ્યે પુલ ધરાશાયી થઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી ન હતી. અને સદનસીબે બ્રિજ ધરાશાયી થયો તે સમયે બ્રિજ પરથી કોઈ પસાર થતું ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

સાતુદડ ગામે બ્રિજ ધરાશાયી થઈ જતાં ગ્રામજનોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ભેગાં થઈ ગયા હતા. તો આ મામલે પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બ્રિજ ધરાશાયી થઈ જતાં પોલીસે બંને બાજુના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દીધા હતા.

તો બ્રિજ ધરાશાયી થતાં તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વર્ષો જૂનો બ્રિજ જર્જરિત હતો તે સમયે શું તંત્રએ તકેદારીનાં કોઈ પગલાં ભર્યા હતા કે કેમ? કે પછી તંત્રના ધ્યાને આ બ્રિજ જર્જરિત હોવાની જાણ હતી તે કેમ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન