અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં લાવો આ વસ્તુઓ તો થશે લક્ષ્મી કૃપા - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં લાવો આ વસ્તુઓ તો થશે લક્ષ્મી કૃપા

અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં લાવો આ વસ્તુઓ તો થશે લક્ષ્મી કૃપા

 | 1:22 pm IST

અક્ષય તૃતીયા એટલ કે 18 એપ્રિલના રોજ માં લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે. તો આ વસ્તુઓને ઘરમાં લાવવાથી મળશે લક્ષ્મીજીની વિશેષ કૃપા.

આ દિવસે ઘરની સાફ-સફાઇ કરીને માં લક્ષ્મીનું પૂજન કરવાની સાથે નીચે જણાવ્યા પ્રમાણેની કોઇ એક વસ્તુ ઘરમાં જરૂરથી લાવો અને મેળવો લક્ષ્મીજીની પરમ કૃપા.

આ દિવસે ગોલ્ડની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે કોઇ કારણે ગોલ્ડની ખરીદી ના કરી શકાય તો નીચે મુજબની વસ્તુઓમાંથી એક વસ્તુ તો અચૂક ખરીદવી જોઇએ.

આ દિવસે તમે માં લક્ષ્મીની ચાંદીની ચરણ પાદુકા ખરીદી શકો છો. તેને પૂજન કરી શુભ સમયમાં મંદિરમાં સ્થાપિત કરો.

તેમજ માં લક્ષ્મીની પારદ મૂર્તિ અથવા લક્ષ્મી યંત્ર પણ ઘરમાં લાવી શકો છો. તેને વિઘિ પૂર્વક પૂજા કરી મંદિરમાં સ્થાપિત કરી શકો છો.

આ દિવસે તમે કોઇપણ વાસણ ઘરમાં લાવી શકો છો. જો તમે આમાથી કોઇપણ વસ્તુ ઘરમાં આ શુભ દિવસે લાવશો તો ઘરમાં સુખ સમૃદ્ધીમાં વધારો થશે.