સાઉદીમાં બ્રિટનના રાજદૂતે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો - Sandesh
  • Home
  • World
  • સાઉદીમાં બ્રિટનના રાજદૂતે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો

સાઉદીમાં બ્રિટનના રાજદૂતે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો

 | 9:37 am IST

સાઉદી અરેબિયામાં બ્રિટનના રાજદૂત સાઈમન કોલિસે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. તેઓ તેમની પત્ની સાથે હાલમાં હજ પણ કરી આવ્યા છે. હજ યાત્રાએ જનાર તેઓ બ્રિટનના પ્રથમ રાજદૂત છે.

સાઉદી લેખિકા ફોજિયા અલ બક્રએ ટ્વિટ પર તસવીરો પોસ્ટ કરી અરબી ભાષામાં લખ્યું હતું કે ઈસ્લામ અંગીકાર કર્યા પછી હજ યાત્રાએ જનાર પહેલાં બ્રિટનના રાજદૂત સાઈમ કોલિસ. તેમની પત્ની હુદા કોલિસ સાથે મક્કામાં સાઈમન.

ફોજિયાને ટ્વિટ બદલ અભિનંદન પાઠવતાં સાઈમને સ્પષ્ટતા કરી હતી કે તેમણે 2011માં તેમના લગ્નના થોડાક દિવસ અગાઉ જ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. 30 વર્ષ સુધી મુસ્લિમ કલ્ચરમાં રહ્યા પછી લગ્નના કેટલાક દિવસો અગાઉ જ તેઓ મુસલમાન બની ગયા છે. તેમના આ ટ્વિટ પછી સાઈમન અને તેમના પત્નીને હજ યાત્રા સંપન્ન કરવા બદલ લોકોએ અભિનંદન પાઠવ્યા હતાં. આનો જવાબ આપતાં બંનેએ ટ્વિટ કર્યું હતું કે આભાર અને ઈદ મુબારક.

કોલિસ 2015થી સાઉદી અરેબિયામાં બ્રિટનના રાજદૂત છે. અગાઉ તેઓ સીરિયા, ઈરાક, ભારત, કતાર, યુએઈ, ટયૂનિશિયા અને યમનમાં બ્રિટનના રાજદૂત હતાં. ઈસ્લામના પાંચ મુખ્ય સ્તંભમા હજ યાત્રાનો પણ સમાવેશ થાય છે.

દર વર્ષે નવથી 14 સપ્ટેમ્બર સુધી હજ યાત્રા યોજાય છે. આ વર્ષે 18 લાખ લોકો હજ યાત્રા માટે સાઉદી અરેબિયા ગયા હતાં. બ્રિટનમાં ખ્રિસ્તીઓ પછી સૌથી વધુ 27 લાખની મુસ્લિમ વસતિ છે. જ્યારે સમગ્ર વિશ્વમાં મુસ્લિમોની વસતિ 1.6 અબજ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન