Brisbane Test: Team India Cleaning Toilets, Complains to BCCI
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • બ્રિસબેન પહોંચેલી ટીમ ઈન્ડિયાને લાગ્યો 440 વોટનો શોક, હોટેલમાં જાતે ટોઈલેટ સાફ કર્યું, BCCI સુધી પહોંચી વાત

બ્રિસબેન પહોંચેલી ટીમ ઈન્ડિયાને લાગ્યો 440 વોટનો શોક, હોટેલમાં જાતે ટોઈલેટ સાફ કર્યું, BCCI સુધી પહોંચી વાત

 | 9:18 pm IST
  • Share

ટીમ ઈન્ડિયાએ સિડની ટેસ્ટમાં જે રીતે મેચ ડ્રો કરાવી તેને લઈ દરેક ક્રિકેટ પ્રેમીઓમાં ભારતીય ખેલાડીઓ માટે ભારોભાર સન્માનની લાગણી છે. અને હવે ચોથી ટેસ્ટ બ્રિસબેનમાં રમાવવાની છે. મંગળવારે બ્રિસબેન પહોંચેલી ટીમ ઈન્ડિયાને 440 વોટનો ઝટકો લાગ્યો હતો. જ્યારે ખેલાડીઓ હોટેલ પર પહોંચ્યા તો ત્યાં કોઈ સ્ટાફ ન હતો. તેઓને જાતે બેડની ચાદર બદલવી પડી, અને ત્યાં સુધી કે ટોઈલેટ પણ સાફ કરવાનો વારો આવ્યો હતો. જે બાદ આ મામલે ખેલાડીઓએ BCCIને ફરીયાદ કરી હતી. અને BCCIએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરીને ખેલાડીઓને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે જણાવ્યું છે.

બ્રિસબેન પહોંચતાં જ ભારતીય ખેલાડીઓને લાગ્યો સદમો

મંગળવારની બપોરે ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ મેચ માટે બ્રિસબેન પહોંચી હતી. અને તેઓએ અહીંની ફાઈવ સ્ટાર હોટેલ સોફિટેલમાં ચેક ઈન કર્યું હતું, જે ગબ્બાથી ચાર કિમી દૂર છે. જેવાં જ ખેલાડીઓ ત્યાં પહોંચ્યા કે તેઓએ જોયું કે તેઓ રૂમમાં પૂરાઈ ગયા છે. અને તેઓને જાતે પલંગની ચાદરો બદલવી પડી હતી. અને ટોઈલેટ પણ સાફ કરવા પડ્યા હતા. તો ખાવાનું પણ હોટેલની પાસે આવેલ ભારતીય રેસ્ટોરન્ટમાંથી આવ્યું હતું. આખે આખી હોટેલ ખાલી હતી. હોટેલના સ્વિમિંગ પુલ, જીમ, કેફે અને રેસ્ટોરન્ટ પણ બંધ હતા. હોટેલમાં ખેલાડીઓને કોઈ રૂમ સર્વિસ અને હાઉસ કીપિંગ સર્વિસ આપવામાં આવી ન હતી. તેઓ પોતાના ફ્લોર છોડીને જઈ શકતા ન હતા.

BCCIને ફરીયાદ કરતાં મળી સુવિધા

જે બાદ આ મામલે ખેલાડીઓએ BCCIને ફરીયાદ કરી તો ભારતીય બોર્ડ દ્વારા આ મામલે દખલગીરી કરવામાં આવી હતી. અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરીને એ ખાતરી કે ભારતીય ટીમને એ તમામ સુવિધાઓ મળે જે નક્કી કરવામાં આવી હતી. હવે ટીમના ખેલાડીઓ લિફ્ટ અને જીમનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત તેઓને રૂમ સર્વિસ અને હાઉસકીપિંગ સર્વિસ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓ માટે ટીમ રૂમ પણ આપવામાં આવ્યો છે, જ્યાં તેઓ મીટિંગ કરી શકે છે. તેઓ ફક્ત સ્વિમિંગ પુલનો ઉપયોગ નહીં કરી શકે.

 આ વીડિયો પણ જુઓઃ અમિત શાહ આવશે અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન