#UpskirtingLaw: Britain Against ‘Upskirting’, It Will be a Criminal Offence
  • Home
  • Featured
  • આ દેશમાં સ્કર્ટ પહેરેલી મહિલાને પૂછ્યા વગર જો ફોટો પાડશો તો થશે કાયદેસરની કાર્યવાહી

આ દેશમાં સ્કર્ટ પહેરેલી મહિલાને પૂછ્યા વગર જો ફોટો પાડશો તો થશે કાયદેસરની કાર્યવાહી

 | 5:24 pm IST

એક દેશ છે એવો કે જ્યાં તમે જો કોઇ સ્કર્ટ પહેરેલી મહિલાનો તેની પરવાનગી વગર ફોટો પાડશો તો તમારી પર કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. હા, તમારે જો સ્કર્ટ પહેરેલી મહિલાનો ફોટો પાડવો હશે તો પહેલા તેમની પરવાનગી લેવી જરૂરી બનશે, નહીં તો તમારે કાયદાનો સામનો કરવો પડશે.

આપણે જે દેશના વાત કરી રહ્યા છીએ તે દેશ છે બ્રિટન, આ દેશમાં આ બાતને લઇને 18 મહિનાથી એક આંદોલન ચાલી રહ્યું હતું. આખરે આ આંદોલનની અસર એટલી મજબૂત હતા કે જેના કારણે એવો વટહૂકમ બહાર પાડવામાં આવ્યો છે કે સ્કર્ટ પહેરેલી કોઇપણ મહિલાનો ફોટો જો તેની સહમતિ વગર પાડવામાં આવશે તો તેને એક અપરાધ તરીકે ગણવામાં આવશે.

પ્રાપ્ત અહેવાલ મુજબ આ પ્રકારના અપરાધ સાથે જોડાયેલા વિધેયકને બુધવારે મહારાની એલિઝાબેથ બીજા દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, જ્યાર બાદ આ નિર્ણયને કાયદાનું રૂપ આપવામાં આવ્યું છે. આ કાયદા મુજબ ભંગ કરનાર ને બે વર્ષ જેલની સજા થશે અને તેનું નામ દેશના યૌન અપરાધિઓ સાથે જોડી દેવામાં આવશે.

આ આંદોલનને લોકો સામે લાવનારી મહિલા છે ગિના માર્ટિન કે જેઓ આ પ્રકારના બનાવવો ભોગ બની ગયા છે. તેમણે તેમના આ પ્રકારના ખરાબ અનુભવ બાદ ‘અપસ્કર્ટિંગ’ એટલે કે ( સ્કર્ટ પહેરેલી મહિલાની ખોટી રીતે તસવીર લેવી ) ને લઇને અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગિના માર્ટિનના નેતૃત્વ હેઠળ આ અભિયાન 18 મહિના ચાલ્યું હતું. આ અભિયાનને બ્રિટનના લોકોનું ભારે સર્મથન મળતા સરકાર દ્વારા આ બાબતને લઇને કાયદો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન