Britain PM Theresa May meet with Team England after WC
  • Home
  • Featured
  • Photos: 44 વર્ષ બાદ જીત્યો વર્લ્ડ કપનો ખિતાબ, બ્રિટેનની PMએ વખાણ કરતા કહી મોટી વાત

Photos: 44 વર્ષ બાદ જીત્યો વર્લ્ડ કપનો ખિતાબ, બ્રિટેનની PMએ વખાણ કરતા કહી મોટી વાત

 | 2:43 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019માં જીત ભલે વિવાદિત રહી હોય પરંતુ ઈંગ્લેન્ડમાં જશ્નનો માહોલ છે. જ્યારે દુનિયાભરમાં ન્યૂઝીલેન્ડ પ્રત્યે સહાનુભૂતિનો માહોલ છે. જોકે જીત બાદ ઈંગ્લેન્ડની ટીમે વડાપ્રધાન થેરેસા મે સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ થેરેસા મે એ ખિતાબ જીત્યા બાદ સોમવારે રાતે 10 વાગે ડાઉનિંગ સ્ટ્રીટમાં ટીમ ઈંગ્લેન્ડ માટે એક રિસેપ્શન હોસ્ટ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પીએમ થેરેસા મે કહ્યું કે,‘’ટીમે સાથે મળીને શાનદાર ક્રિકેટ રમી અને અંતિમ મેચમાં જબરદસ્ત થ્રિલર રજૂ કર્યું હતું. વર્લ્ડ કપની ફાઇનલ મેચ ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસની સૌથી રોમાંચક મેચોમાંથી એક હતી.’

આ સિવાય મે એ ટીમ ઈંગ્લેન્ડને કહ્યું કે,‘તમે એક એવી ટીમ છો જે આધુનિક બ્રિટેનનું પ્રતિનિધિત્વ કરે છે. તમારી જીતે આ દેશને ફરી ક્રિકેટ તરફ આકર્ષિત કર્યું છે. અમારી પાસે એવી ટીમ છે જેના વખાણ આવનારી પેઢી પણ કરશે.’ આપને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડે છેલ્લા 44 વર્ષના આઈસીસી વન ડે વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન