Britain Princess looking in traditional looks in Pakistan
  • Home
  • Featured
  • વાદળી કુર્તા અને લીલા દુપટ્ટામાં દેખાઈ બ્રિટેનની રાજકુમારી, પાકિસ્તાનીઓ થયા ઘેલા

વાદળી કુર્તા અને લીલા દુપટ્ટામાં દેખાઈ બ્રિટેનની રાજકુમારી, પાકિસ્તાનીઓ થયા ઘેલા

 | 9:28 pm IST

બ્રિટેનના રાજકુમાર પ્રિંસ વિલિયમ અને તેમની પત્ની કેટ મિડલટન સોમવારે પાંચ દિવસના પ્રવાસે પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ રોયલ દંપતીનું ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું. પાકિસ્તાન પ્રવાસે પહેલીવાર આવેલા મિડલટન વેસ્ટર્નના બદલે એથનિક લુકમાં નજરે આવ્યા હતા.

કેટ મિડલટનના એથનિક લુકની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન છેલ્લા બે દિવસોમાં તેમના અલગ-અલગ લુક જોવા મળ્યા. કેટ પર આ એથનિક લુક ખૂબજ શુટ કરી રહ્યા હતા. સૌથી પહેલા કેટ મિડલટનનો એરપોર્ટ લુક સામે આવ્યો જેમાં તેઓ એક્વા બ્લૂ કલરના ફુલ સ્લીવ્સ એંકલ લેંથ લોન્ગ ડ્રેસમાં નજરે આવ્યા હતા. આ ડ્રેસને તેમને મેચિંગ કલર સિગરેટ પેન્ટ અને ન્યૂડ કલર હીલ્સ સાથે કેરી કર્યો હતો. ત્યાર બાદ કેટ ટ્રેડિશનલ બ્લૂ ડ્રેસમાં નજરે આવ્યા હતા. જેમાં તેઓ ખુબજ સુંદર દેખાઈ રહ્યા હતા.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત સમય કેટે ગ્રીન કલરની બંધ ગળાની જેકેટ પહેર્યું હતું. જેને વ્હાઇટ પેન્સિલ ફિટ ટ્રાઉઝર સાથે ટીમઅપ કર્યું હતું. પાકિસ્તાન પ્રવાસની કેટ મિડલટનની અલગ-અલગ લુક્સની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે. જેને જોઈ લોકો મિડલટનના આ એથનિક લુક્સને ખૂબજ વખાણી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન