માલ્યા કેસમાં ચર્ચા હજી પૂરી નથી થઈ, 2 એપ્રિલ સુધી અપાઈ જમાનત - Sandesh
  • Home
  • World
  • માલ્યા કેસમાં ચર્ચા હજી પૂરી નથી થઈ, 2 એપ્રિલ સુધી અપાઈ જમાનત

માલ્યા કેસમાં ચર્ચા હજી પૂરી નથી થઈ, 2 એપ્રિલ સુધી અપાઈ જમાનત

 | 10:57 am IST

ભાગેડુ આરોપી સાબિત થયેલ ઉદ્યોગપિત વિજય માલ્યા પ્રત્યપણના સંબંધમાં લંડનની અદાલતમાં ગુરુવારે થયેલી સુનવણીમાં કોઈ પરિણામ આવ્યું નથી. વિજય માલ્યાના પ્રત્યર્પણના સંબંધના મામલે ફરી આગળની તારીખ ટાળી દેવાઈ છે. સબૂતોના સ્વીકારવામાં આવે કે નહિ, તેના પર માલ્યાના વકીલે પક્ષ રાખવા માટે વધુ સમય આપ્યો છે. માલ્યાની જમાનતને પણ 2 એપ્રિલ સુધી વધારી દેવાઈ છે.

હવે આગામી સુનવણીમાં માલ્યા પોતાનો પક્ષ રાખશે. હજી આગામી સુનવણીની તારીખ મળી નથી, પરંતુ શક્યતા છે કે, 3 સપ્તાહની અંદર જ આગલી તારીખ નક્કી થઈ જાય. આ માલમે પ્રોસિક્યુશન એટલે કે, ભારત સરકાર તરફથી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)નો પક્ષ રાખવાનો બાકી છે. ગુરુવારે સુનવણી દરમિયાન માલ્યાના વકીલે તમામ સબૂતોને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સુનવણી દરમિયાન માલ્યાના વકીલે બચાવમાં કહ્યું કે, બ્રિટનના કાયદા મુજબ ભારતના કોઈ પણ સબૂત સ્વીકારવાને લાયક નથી. ભારતની તરફથી આ મામલે હજી પક્ષ રાખવાનો બાકી છે.

આ બે સબૂતો પર માલ્યાએ રાખ્યો પક્ષ
માલ્યા અને તેના વકીલ સીરિલ શ્રોફની વચ્ચે થયેલા ખોટા ઈમેઈલને નકારી કાઢતા માલ્યાના હાલના વકીલે કહ્યું કે, એક વકીલ અને તેના ક્લાયન્ટની વચ્ચે થયેલી વાતચીત વિશેષાધિકાર પ્રાપ્ત હોય છે. તેમને કોર્ટમાં સબૂત તરીકે રજૂ ન કરી શકાય. તો સાક્ષીના નિવેદનને માલ્યાના વકીલે અવિશ્વસનીય બતાવ્યા હતા. સાથે જ નિવેદનના સોર્સ અને નેચરને પણ બ્રિટનની એક્સટ્રિડિશન કાયદા અંતર્ગત સ્વીકાર ન કરવાની વાત કહી. સાથે જ ટાઈપિંગ ભૂલોનો હવાલો આપતા માલ્યાના વકીલ ક્લેયર મોંટગોમરીએ નિવેદનને નકારી કાઢવાની માંગ કરી હતી.

તો બંને પક્ષો દ્વારા સબૂતો પર પોતાનો પક્ષ રાખ્યા બાદ જ આ નિર્ણય આપવામાં આવશે. સાથે જ જજે મુંબઈના આર્થર રોડ જેલના બેરેક 12મા નેચરલ રોશની અને મેડિકલ સુવિધાઓની જાણકારી માગી છે. પ્રત્યર્પણ મળ્યા પર માલ્યાને આ જ જેલમાં રાખવાની યોજના છે.