Johnson Gave Consolation That Britain Will Not Support any action against India
  • Home
  • Featured
  • બ્રિટને કહ્યું- ભારત વિરુદ્ધ કોઈ પણ હરકતનું સમર્થન નહીં, કેટલાકને નથી પચતો ભારતનો વિકાસ

બ્રિટને કહ્યું- ભારત વિરુદ્ધ કોઈ પણ હરકતનું સમર્થન નહીં, કેટલાકને નથી પચતો ભારતનો વિકાસ

 | 7:57 pm IST

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને આશ્વાસન આપ્યું છે કે તેમનો દેશ ખાલિસ્તાની ગતિવિધિઓ અથવા ભારતની વિરુદ્ધ કોઈ પણ હરકતનું સમર્થન નથી કરતો. બ્રિટિશ શીખ એસોસિએશનના ચેરમેન અને બિઝનેસમેન લૉર્ડ રામી રેન્જરના જણાવ્યા પ્રમાણે પીએમ જોનસને એક બેઠકમાં આ આશ્વાસન આપ્યું છે. આ બેઠકમાં કંઝરવેટિવ પાર્ટીના વરિષ્ઠ સભ્યો ઉપરાંત ચાન્સેલર ઋષિ સુનક પણ હાજર હતા. લૉર્ડ રેન્જરે જણાવ્યું કે, “મે પીએમ જોનસનને કહ્યું કે, કેટલાક અલગાવવાદી સંગઠન ખાલિસ્તાની ગતિવિધિઓમાં સંકળાયેલા છે. જેના પર તેમણે સ્પષ્ટ આશ્વાસન આપ્યું છે કે બ્રિટિશ સરકાર આવા કોઈ પણ સંગઠન અથવા ભારત વિરોધી કોઈ પણ ગતિવિધિઓનું સમર્થન નથી કરતી.”

ભારત વિરોધી પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવવા ચિઠ્ઠી લખી

લૉર્ડ રેન્જર ભારતના સ્વતંત્રતા દિવસના ભારતીય ઉચ્ચ આયોગની બહાર કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવા માટે બ્રિટનની ગૃહમંત્રી પ્રીતિ પટેલને પણ ચિઠ્ઠી લખી રહ્યા છે. લૉર્ડ રેન્જરે આ દરમિયાન પાર્ટીની સાંસદ પ્રીત ગિલ સાથે ટ્વિટર વૉરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “આજે 5 હજાર મીલ દૂર બેસીને ટ્વિટર પર આત્મનિર્ણય ના મેળવી શકો. તમારે તમારા કારણના લોકોની વચ્ચે જવું પડશે. કેટલું સમર્થન તમારી સાથે છે, ત્યાં તમારી લોકપ્રિયતાની પરીક્ષા થશે.” તેમણે આગળ કહ્યું કે, “જે લોકો અથવા સંગઠન ખાલિસ્તાનની વાત કરે છે તેમણે સૌથી પહેલા પોતાનો પાસપોર્ટ ત્યાગીને ભારત જવું જોઇએ અને ત્યાં રાજકીય દળ બનાવવું જોઇએ.”

પાક. સમર્થિક સંગઠનો સાથે મળીને કરવામાં આવે છે પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં અનેક સંગઠન અને ગુરૂદ્વારા શીખ ફેડરેશન યૂકેની છાયા હેઠળ કામ કરી રહ્યા છે. આ પ્રકારના સંગઠન પાકિસ્તાન સમર્થક કાશ્મીરી સંગઠન સાથે હાથ મિલાવીને ભારત વિરોધી પ્રદર્શનોને અંજામ આપે છે. ભૂતકાળમાં તેમના તરફથી 15 ઑગષ્ટના ભારતીય હાઈ કમિશનની બહાર પ્રદર્શન કરવામાં આવતા રહ્યા છે. બ્રિટિશ શીખ એસોસિએશન તરફથી વિરોધ પ્રદર્શનની નિંદા કરતા લૉર્ડ રેન્જરે કહ્યું કે, “હું ગૃહમંત્રીથી આવા પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવવા માટે કહીશ, જે કોઈ ત્રીજા દેશમાં દેશદ્રોહને પ્રોત્સાહન આપે છે.”

કેટલીક વિદેશી તાકાતો ભારતમાં સમસ્યાઓ પેદા કરવા ઇચ્છે છે

આ પ્રકારના અલગાવવાદી સંગઠનોના ધન અને સમર્થન વિશે ભૂતકાળમાં અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ પર આવા સંગઠનોની ફંડિંગ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. આ સંગઠનોને લઇને વિરોધ પ્રદર્શનોમાં ભાડાના વાહનો પર લોકોને લાવવા, તેમને જમાડવા અને ચુકવણી કરવા જેવી વાતો કરવામાં આવે છે. લૉર્ડ રેન્જરે કહ્યું કે, “આ કોઈ છુપું રહસ્ય નથી. એવી વિદેશી તાકાતો છે જે ભારતમાં સમસ્યાઓ પેદા કરવા ઇચ્છશે, કેમકે ભારતનો વિકાસ તેમને પચતો નથી.”

આ વિડીયો પણ જુઓ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદે જમાવટ કરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન