British Army Man Killed 5 Militant In Just 7 Seconds In Iraq
  • Home
  • Featured
  • ફક્ત 7 સેકેન્ડમાં સૈનિકે 5 આતંકવાદીઓને કર્યા ઠાર, સુસાઇડ જેકેટ પહેરીને કરવાનાં હતા બ્લાસ્ટ

ફક્ત 7 સેકેન્ડમાં સૈનિકે 5 આતંકવાદીઓને કર્યા ઠાર, સુસાઇડ જેકેટ પહેરીને કરવાનાં હતા બ્લાસ્ટ

 | 5:23 pm IST

બ્રિટિશ આર્મીનાં એક સ્પેશલ ઑફિસરે ઇરાકમાં ‘જેહાદી બૉમ્બ ફેક્ટરી’ પર કાર્યવાહીમાં 5 આતંકવાદીઓને મારી પાડ્યા. એક રિપોર્ટ પ્રમાણે સ્પેશલ ઑફિસરે ફક્ત 7 સેકેન્ડમાં 5 આઈએસઆઈએસ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા. આમાંથી 2 આતંકવાદીઓ સુસાઇડ જેકેટ પહેરેલા હતા અને કોઇ પણ ક્ષણે ખુદને ઉડાવવાનાં હતા. ઈરાકની રાજધાની બગદાદમાં ચાલેલી કાર્યવાહીમાં MI6 એજન્ટ્સે ઇરાકી સ્પેશલ ફૉર્સ સાથે મળીને એક બિલ્ડિંગની ઓળખ શંકાસ્પદ બૉમ્બ ફેક્ટરી તરીકે કરી. સુરક્ષાબળોને શક હતો કે આતંકવાદીઓ હુમલો કરી શકે છે.

7 સેકન્માંડ જ 5 આતંકવાદીઓને ઠાર કરી દીધા

શંકાસ્પદ બિલ્ડિંગની ઓળખ કર્યા બાદ સ્પેશલ ફૉર્સનાં 12 સૈનિકોને ઘણા દિવસો સુધી નજર રાખવા માટે મોકલવામાં આવ્યા. સુસાઈડ ધમાકાઓની જાણકારી મળ્યા બાદ સુરક્ષાબળોએ બિલ્ડિંગમાં રેડ પાડવાનો નિર્ણય કર્યો. જેવા સુરક્ષાબળનાં જવાનો ત્યાં પહોંચ્યા, હથિયારથી સજ્જ આતંકવાદી સાથે તેમની અથડામણ થઈ. આ દરમિયાન Benelli M4 Super 90 સેમી ઑટોમેટિક શૉટગનથી સજ્જ એક ઑફિસરે તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું અને 7 સેકન્માંડ જ 5 આતંકવાદીઓને ઠાર કરી દીધા.

ત્યારબાદ અન્ય કેટલાક આતંકવાદીઓ પણ બિલ્ડિંગની બહાર નીકળ્યા, પરંતુ તેમણે સરેન્ડર કરી દીધું. તપાસમાં જાણવા મળ્યું કે મૃત આતંકવાદીઓએ વિસ્ફોટકોથી સજ્જ સુસાઇડ જેકેટ પહેર્યા હતા.

આ વિડીયો પણ જુઓ: અરવલ્લીના માલપુરમાં વાત્રક નદીમાં પાણીની આવક વધી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન