british-couple-buy-hotel-in-sri-lanka-on-their-honeymoon-trip
  • Home
  • World
  • હનીમૂન માટે શ્રીલંકા ગયેલ બ્રિટિશ કપલે નશામા ખરીદી નાંખી હોટલ અને પછી…

હનીમૂન માટે શ્રીલંકા ગયેલ બ્રિટિશ કપલે નશામા ખરીદી નાંખી હોટલ અને પછી…

 | 8:03 pm IST

દારૂ પીધા પછી કેટલાક લોકોને એટલો બધા નશો ચડી જાય છે કે, તેમને ખબર જ રહેતી નથી કે તેઓ શું કરી રહ્યાં છે. જ્યારે નશામાં કેટલાક લોકો કેટલાક અજીબો ગરીબ નિર્ણય પણ લઈ લે છે. આવા જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યા હનીમૂન માટે શ્રીલંકા ગયેલ એક બ્રિટિશ કપલે ત્યાં એક હોટલ ખરીદી નાંખી. શ્રીલંકામાં હનીમૂન મનાવવા માટે ગયેલ એખ બ્રિટિશ કપલ ગિના લાયનસ અને માર્ક લી ત્યાં એક હોટલમાં રોકાયા હતા. હોટલમાં રોકાયા બાદ પહેલી જ રાત્રે બંનેએ 12 ગ્લાસ રમ પીધી અને રમના નશામાં તેમને તેઓ રોકાયા હતા તે હોટલ જ ખરીદવાનું મન બનાવી લીધું.

મિરરમાં પ્રકાશિત સમાચાર અનુસાર શ્રીલંકાના તાંગાલેમાં ગિના અને માર્કને ખબર પડી કે, જે હોટલમાં તેઓ રોકાયા છે તેની લીઝ ટૂંક સમયમાં જ પૂરી થવાની છે. તે પછી તેમને હોટલને લીઝ પર લેવાનો નિર્ણય કર્યો. નશામાં બંનેએ હિસાબ કરવાનું શરૂ કરી દીધુ અને એક બિઝનેસ પ્લાન પણ બનાવી નાંખ્યો. પછી બંનેએ હોટલ માલિકને આ હોટલના બદલામા 30000 પાઉન્ડ એટલે લગભગ 29 લાખ રૂપિયાની ઓફર કરી જે હોટલ માલિકે સ્વીકારી લીધી. તે પછી 15 હજાર પાઉન્ડ પહેલા વર્ષે અને બાકીના 15 હજાર પાઉન્ડ બીજા વર્ષમાં આપવાની વાત કરી અને ડીલ ફિક્સ થઈ.

View this post on Instagram

How #luckybeachtangalle was born! ❤️

A post shared by Lucky Beach (@luckybeachtangalle) on

કપલ અનુસાર જ્યારે તેઓ બ્રિટન પરત ફર્યા તો ઘરવાળા અને મિત્રોએ બંનેને મૂર્ખ કહ્યા અને હોટલ ખરીદવાનો નિર્ણયને ખોટો ગણાવ્યો. જોકે, કપલે યૂકેમાં રહીને શ્રીલંકામાં હોટલ ચલાવવાનો નિર્ણય બદલ્યો નહી. સત્તાવાર રીતે આ વર્ષે જુલાઈમાં ગિના અને માર્ક આ હોટલના માલિક થઈ ગયા છે અને બંનેએ આ હોટલનું નામ બદલીને બીચ તંગાલે રાખી દીધું છે.