લંડનમાં શીખ સૈનિકોની યાદમાં બનાવામાં આવશે યુધ્ધ સ્મારક - Sandesh
NIFTY 10,741.10 -60.75  |  SENSEX 35,387.88 +-156.06  |  USD 67.7925 -0.28
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • લંડનમાં શીખ સૈનિકોની યાદમાં બનાવામાં આવશે યુધ્ધ સ્મારક

લંડનમાં શીખ સૈનિકોની યાદમાં બનાવામાં આવશે યુધ્ધ સ્મારક

 | 3:23 pm IST

પ્રથમ અને દ્વિતીય વિશ્વવયુધ્ધ દરમિયાન શહિદ થયેલા ભારતીય શીખોની યાદમાં લંડનમાં એક સ્મારક બનાવામાં આવશે. બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે એ શિખ સૈનિકોના બલિદાન અને યોગદાનને સન્માન આપવા માટે રાષ્ટ્રીય સ્મારકને સમર્થન અને ભંડાળ આપવાની પરવાનગી આપી દીધી છે.

વિશ્વયુધ્ધ દરમિયાન 83 હજાર કરતા વધારે શીખ સૈનિકોએ પોતાનો જીવ આપી દીધો હતો અને એક લાખ કરતા વધારે સૈનિકો ઘાયલ થયા હતા.

સૈનિકોને સન્માન :

તમને જણાવી દઈએ કે, બ્રિટનના કોમ્યુનિટી પ્રધાન સાઝિદ ઝાવેદએ લંડનમાં નવા સ્મારકના પ્રસ્તાવને સરકારે સમર્થન આપવાની ઘોષણા કરી છે. તેમણે ભારતીય શીખ સૈનિકોના સાહસની પ્રંશસા કરતા કહ્યું કે અમે તે બધા સૈનિકો પ્રત્યે સન્માન છે જેમને બ્રિટનના શૈન્યની સાથે મળીને લડાઈ લડી હતી. અમારી રાષ્ટ્રીય રાજધાનીમાં આ શીખ યુધ્ધ સ્મારક તેમના બલિદાનને સન્માન આપશે. આ સ્મારક તે વાતનું પ્રતિક હશે જે સૈનિકોને શહિદ થયા હતા તેમને ઈતિહાસ ક્યારે પણ ભુલશે નહી.

પહેલા શીખ સાંસદએ અભિયાન શરૂ કર્યુ :

બ્રિટિશ સંસદીય ઈતિહાસમાં પહેલી વાર શીખ સાંસદ તનમનજીત સિંહ ઘેસીના નેતૃત્વમાં શીખ યુધ્ધ સ્મારક માટે અભિયાન ચલાવામાં આવ્યું હતું, જેના પછી સ્મારક બનાવાની યોજનાને સમર્થન આપવામાં આવ્યું હતું.