British Woman Who Abduct In Her Teen Age
  • Home
  • Featured
  • 19 વર્ષની યુવતીની દાસ્તાન સાંભળીને હૃદય કાંપી જશે, ‘દરરોજ સૂવું પડતું 18 પુરુષો સાથે’

19 વર્ષની યુવતીની દાસ્તાન સાંભળીને હૃદય કાંપી જશે, ‘દરરોજ સૂવું પડતું 18 પુરુષો સાથે’

 | 6:50 pm IST

19 વર્ષની એક યુવતી એમ્સટર્ડમમાં નર્સની નોકરી મેળવવા પહોંચી, પરંતુ એરપોર્ટ પહોંચતા જ તેનો પાસપોર્ટ ચોરાઇ ગયો હતો અને 18 પુરુષોની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ કહાની બ્રિટેનની સારાની છે, જે હવે 42 વર્ષની મહિલા છે. તેમણે પોતાની આત્મકથા ‘સ્લેવ ગર્લ’માં ભયાનક અને દર્દભર્યા અનુભવો શેર કર્યા છે.

સારા નોકરીની જાહેરાત જોઇને એમ્સટર્ડમ પહોંચી હતી. આ જાહેરાત એક બ્રિટિશ ગુનેગાર જોન રીસીએ પ્રકાશિત કરાવી હતી અને છેતરપીંડીથી તેને એમ્સટર્ડમ બોલાવી હતી. સારાએ કહ્યું, હું હાલ પણ તે ખરાબ દિવસોને જ યાદ કરું છું. જે વખતે હું પ્લેનથી ઉતરી અને અરાઇવલ હોલ પહોંચી, ત્યારે મને કંઇ સારું લાગ્યું નહોતું. મારા મનમાં કંઇક બીજું ચાલી રહ્યું હતું, કે ના કરો. એરપોર્ટ પર જૉન નામનો વ્યક્તિ મને મોકલ્યો અને ત્યારબાદ બંદૂકની અણીએ મારું અપહરણ કર્યું હતું અને શહેરના રેડ લાઇટ વિસ્તારમાં 20-20 લોકોની સાથે સૂવા માટે મજબૂર કરવામાં આવી હતી.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, સારાએ જણાવ્યું કે, મારા માટે તે દિવસો કોઇ ખરાબ સપનાથી ઓછા નહોતો, જ્યાં મને એક થાઇલેન્ડની એક યુવતીની હત્યા જોવી પડી. તેની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તે પોતાના માલિકને દેહ વેપાર કરીને પૈસા કમાવીને નહોતી આપી શકી. તે યુવતીની હત્યાનો વીડિયો બનાવવામાં આવ્યો અને તે મને દેખાડીને મજબૂર કરવામાં આવતી હતી.

સારાએ પોતાની દર્દભરી કહાતી શેર કરતા કહ્યું કે, તેને એક દિવસમાં 18 લોકોની સાથે સૂવા માટે મજબૂર કરવામાં આવતી હતી. તે દર્દ ભૂલવા માટે કોકિનનું સેવન કરતી હતી. તે 1997માં હ્યૂમન ટ્રાફિકરના ચંગુલમાંથી ગમે તેમ કરીને ભાગી નીકળી હતી. મને બેલ્જિયમના એક સુરક્ષિત હાઉસમાં લઇ જવામાં આવી, અને વર્ષો બાદ હું મારી માતાને મળી હતી. તેમણે અપહરણકર્તાઓ વિરુદ્ધ પુરાવાઓ આપ્યા અને પાંચ લોકોને હોલેન્ડની કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.