Brock Lesnar advocate say Ranveer Singh violated our copyright
  • Home
  • Entertainment
  • Bollywood
  • હાર્દિક પાંડ્યાની પ્રશંસા કરવા જતા બરાબરનો ભેરવાયો રણવીર સિંહ

હાર્દિક પાંડ્યાની પ્રશંસા કરવા જતા બરાબરનો ભેરવાયો રણવીર સિંહ

 | 12:11 am IST

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા માટે ઇંગ્લેન્ડ પહોંચ્યો હતો. જ્યાં તેને ઘણી મસ્તી કરી. આ દરમિયાન તેને ભારતીય ટીમના ખેલાડીઓ સાથે પણ મુલાકાત કરી. જેની કેટલીક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ દરમિયાન રણવીર સિંહે ભારતીય ખેલાડી હાર્દિક પાંડ્યાના વખાણ કરી એક ટ્વીટ કર્યું હતું જે ફેન્સને ઘણું પસંદ આવ્યું હતું. પરંતુ મામલો ત્યારે ગરમાયો જ્યારે બ્રોક લેસનરના વકીલે રણવીરના આ ટ્વીટને રીટ્વીટ કરી લખ્યું કે,‘તે તેના ક્લાઇન્ટના કેચફ્રેજને યૂઝ કરી રહ્યા છે અને આ કોપીરાઇટ એક્ટનું ઉલ્લંઘન છે.’ પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે આ એક મજાક છે પરંતુ હવે બ્રોક લેસનરના વકીલે પોલ હેમૈનનું નિવેદન આવ્યા બાદ આ સાફ થઈ ગયું કે પોલ આ મામલે સંપૂર્ણ રીતે ગંભીર છે.

મીડિયા રિપોર્ટ મુજબ પોલે એક ખાનગી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ બન્નેએ બ્રોક લેસનરના એ કેચફ્રેજનો ઉપયોગ કર્યો છે. જેની કિંમત તેના ક્લાઇન્ટ માટે બઉ વધારે છે. ઉપરાંત તેમને કોપીરાઇટનું ઉલ્લંઘન પણ કર્યું છે. આપને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ઇંગ્લેન્ડમાં ભારતને સપોર્ટ કરવા પહોંચ્યો હતો. રીપોર્ટ પ્રમાણે રણવીર સિંહે હાર્દિક પાંડ્યાની સાથે એક તસવીર શેર કરી જેના કેપ્શનમાં લખ્યું કે,‘Eat. Sleep. Dominate. Repeat. The name is Hardik. Hardik Pandya.’ WWE સુપરસ્ટાર બ્રોક લેસનરના વકીલ લોયર પોલે રણવીરની આ ટ્વીટને રીટ્વીટ કરી હતી અને લખ્યું કે,‘શું તમે મજાક કરી રહ્યા છો? It’s Eat Sleep CONQUER Repeat.’

આપને જણાવી દઈએ કે Eat Sleep CONQUER Repeat બ્રોક લેસનરનો પ્રખ્યાત ડાયલોગ છે. પોલના ટ્વીટને સમજવાની કોશિશ કરીએ તો સંભવત: બ્રોકનું આ કેચફ્રેચ કોપરાઇટેડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન