ઉનાઃ યુવતીને સાસરીયા તેડવા આવે તે પહેલા ભાઈ-બહેનની આત્મહત્યા, કારણ છે ચોંકાવનારૂં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ઉનાઃ યુવતીને સાસરીયા તેડવા આવે તે પહેલા ભાઈ-બહેનની આત્મહત્યા, કારણ છે ચોંકાવનારૂં

ઉનાઃ યુવતીને સાસરીયા તેડવા આવે તે પહેલા ભાઈ-બહેનની આત્મહત્યા, કારણ છે ચોંકાવનારૂં

 | 11:02 am IST

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામમાં મામા ફઈના ભાઈબહેને પ્રેમસંબંધમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી છે. યુવતીને સાસરીયા તેડવા આવે તે પહેલા જ પ્રેમ સંબંધમાં પ્રેમી સાથે જીવ આપી દીધો હતો.

તાલુકાના સૈયદ રાજપરા ગામની સીમમાં શિતળા માતાજીના મંદિરે પીપળાના ઝાડ ઉપર એક યુવક અને યુવતી ડાળીએ ગળાફાંસો ખાઈ લટકતા હતાા. તેની જાણ ગામમાં થતા ચીનુભાઈ નાનુભાઈ ડાભી અને ગામલોકોને થતા તુરત બંનેને ઉના સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બંનેની ઓળખવિધિ થતા તે સૈયદ રાજપરાના અશોક મંગાભાઈ બાંભણીયા (ઉ.રર) અને તેની પિતરાઈ બહેન સૈયદરાજપરાની જસી ચીનુભાઈ ડાભી (ઉ.૧૯) હોવાનું ખૂલ્યું હતું. બંને મામા ફઈના ભાઈ બહેન થાય છે.

જેમાં જસીબેનના લગ્ન થોડા મહીના અગાઉ થયા હતા અને હાલ માવતર હતી. આજે તા.૧૯ ના રોજ તેના સાસરીયા તેડવા આવવાના હતા. અશોક અને જસી પ્રેમસંબંધે બંધાયેલા હોઈ અને સમાજ એક નહી થવા દે તેથી ગઈ કાલે રાત્રીના ઘરેથી બંને નીકળી ગયા હતા અને ઝાડ પર ગળાફાંસો ખાઈ સાથે જીવી તો ન શકયા પણ સાથે મૃત્યુ પામ્યા હતા. આ બનાવથી નાના એવા સૈયદ રાજપરામાં અરેરાટી વ્યાપી છે. હાલ પોલીસે આત્મહત્યાની નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ એન.એમ.વાળાએ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન