Brother and Sister will Take Diksha In Surat
  • Home
  • Featured
  • સુરત: CAથી સંન્યાસ તરફ, ધનાઢ્ય પરિવારનાં ભાઇ-બહેન લેશે દીક્ષા

સુરત: CAથી સંન્યાસ તરફ, ધનાઢ્ય પરિવારનાં ભાઇ-બહેન લેશે દીક્ષા

 | 3:35 pm IST

મૂળ કચ્છનાં અને વર્ષોથી સુરતમાં રહેતા ધનાઢ્ય પરિવારનાં પિતરાઈ ભાઈ-બહેન દીક્ષા લેશે. અડાજણ જૈન સંઘ ખાતે આજે 10 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારા દીક્ષા સમારોહનો પત્રિકાલેખન કાર્યક્રમ યોજાયો હતો. દોશી પરિવારનાં ભાઈ-બહેન કદમ દોશી અને વિદિશા દોશીને 10 ફેબ્રુઆરીનાં રોજ આચાર્ય અનંતયશસુરીશ્વર મહારાજ દ્વારા દીક્ષાનું મુહૂર્ત આપવામાં આવ્યું હતુ.

24 વર્ષનાં કદમે સીએનો અભ્યાસ કર્યો છે અને તે એક જાણીતી કંપનીમાં નોકરી કરતો હતો. તેને બ્રાન્ડેડ કપડાનો શોખ છે, પરંતુ અડાજણ જૈન સંઘ ખાતે આચાર્યની શિબિરમાં ભાગ લીધા બાદ તેણે સંયમનાં માર્ગે જવાનો નિર્ણય કર્યો હતો. માતા-પિતાની સંમતિ બાદ આચાર્ય દ્વારા દીક્ષાનું મુહૂર્ત આપવામાં આવ્યું હતુ. ભાઈનાં દીક્ષા લેવાનાં નિર્ણયથી પ્રેરિત થઇને તેની પિતરાઈ બહેન વિદિશાએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.

દીક્ષા લેવાનાં નિર્ણય વિશે વાત કરતા કદમ દોશીએ જણાવ્યું કે, “સોશિયલ અને આધુનિક યુગમાં સુખ થોડાક સમયનું હોય છે અને માણસ દુ:ખી થતો હોય છે. વાસ્તવિક સુખ સયંમનાં માર્ગે જ મળી શકે છે.” સંયમનાં માર્ગે જનાર વિદિશાએ જણાવ્યું કે, “આ નિર્ણય પર મારા પિતા અસંમત હતા. નિર્ણય બદલવા માટે તમામ શોખ અને પ્રલોભન અપાવ્યા હતા. જો કે આખરે તેઓ મારા નિર્ણયને લઇને સમંત થઇ ગયા હતા અને હું હવે દીક્ષા લેવા જઇ રહી છું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન