કામ બાબતે ઠપકો આપતા દિયરે ભાભીના કર્યા એવા હાલ કે... - Sandesh
  • Home
  • Featured
  • કામ બાબતે ઠપકો આપતા દિયરે ભાભીના કર્યા એવા હાલ કે…

કામ બાબતે ઠપકો આપતા દિયરે ભાભીના કર્યા એવા હાલ કે…

 | 1:47 pm IST

જામનગર શહેરના શંકરટેકરીમાં કામ બાબતે ઠપકો આપ્યાનો ખાર રાખીને દિયરે ભાભી પર મરચાની ભુકી છાંટીને છરીના ઘા પેટમાં મારીને ઈજા પહોંચાડીને નાશી છુટયો હતો. બેડીમાં અગાઉ માર માર્યાનો ખાર રાખીને યુવાનને માર માર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.

જામનગર શહેરના શંકરટેકરી, સિધ્ધાર્થ કોલોની શેરીનં-૧૩માં રહેતા ગંગાબેન બાબુભાઈ ચાવડા(ઉ.વ.પ૪) નામના પ્રૌઢાએ દિયર કાન્તીલાલ મકનભાઈ ચાવડા(ઉ.વ.પર)વાળાને કામ બાબતે અગાઉ ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખીને આજે સવારે ભાભી પોતાના ઘરે કચરો નાંખીને પરત ઘરમાં આવ્યા હતાં. તે દરમ્યાન દિયર કાન્તીભાઈએ મરચાની ભુકી ભાભીના મોઢા ઉપર નાંખીને પેટના ભાગે છરીના બે ઘા પેટના ભાગે મારીને ઈજા પહોંચાડીને નાશી છુટયો હતો. આ અંગેની ગંગાબેને પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે દિયર સામે ગુન્હો નોંધ્યો છે. પીએસઆઈ એમ.એસ.કોટવાલએ તપાસ આરંભીને આરોપીની શોધખોળ શરૃ કરી છે. આ બનાવથી એ વિસ્તારમાં સારી એવી ચકચાર મચી જવા પામી છે.

જ્યારે બીજા બનાવમાં શહેરના બેડી ઈકબાલ ચોકમાં રહેતા આવેસ ઈબ્રાહીમ બુકેસ(ઉ.વ.ર૦) નામના વાધેર યુવાન તેમના મામા તેમજ મોટા બાપુના બે દિકરાઓ મળીને અગાઉ અબ્બાસ કાસમ કારના છોકરા ફારૃકને માર માર્યો હતો. જે બાબતનો ખાર રાખીને ગઈકાલે સાંજે કાસમ અબ્બાસ કારા, જુસબ અલી ચૌહાણ, જાકિર કાસમ કારા અને ફારૃક કાસમ કારાએ હુમલો કરીને આવેસને ઢીકા-પાટુનો માર મારીને ઈજા પહોંચાડી હતી અને ગાળો કાઢીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન