પરીક્ષા આપી જઈ રહેલા ભાઇ-બહેનને નડ્યો અકસ્માત, બંન્નેના ઘટનાસ્થળે મોત - Sandesh
NIFTY 10,856.70 +13.85  |  SENSEX 35,739.16 +46.64  |  USD 67.6425 +0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પરીક્ષા આપી જઈ રહેલા ભાઇ-બહેનને નડ્યો અકસ્માત, બંન્નેના ઘટનાસ્થળે મોત

પરીક્ષા આપી જઈ રહેલા ભાઇ-બહેનને નડ્યો અકસ્માત, બંન્નેના ઘટનાસ્થળે મોત

 | 8:47 pm IST

ડાંગના વઘઇ-વાંસદા ધોરીમાર્ગ પર આવેલા કિલાદ ગામ નજીક એમ.એ.ની પરીક્ષા આપી બાઇક પર ઘરે પરત ફરી રહેલા ભાઇ-બહેનને પીકઅપ વાને અડફેટે લેતા બંનેનું કમકમાટીભર્યુ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસારા વઘઇ તાલુકાના મોટી દાબદર ગામના ભાઇ-બહેન મંગળવારના રોજ ચાર વાગ્યેના અરસામાં ખેરગામ ખાતે એમ.એ.ની પરીક્ષા આપીને બાઇક લઇને પોતાના ઘર તરફ પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન વઘઇ-વાંસદા ધોરીમાર્ગ પર આવેલા કિલાદ ગામ નજીક વઘઇથી વાંસદા તરફ પસાર થઇ રહેલ પીકઅપ વાન (નં.જીજે-૧૬ ઝેડ-૧૭૩૬) ના ચાલકે ગફલતભરી રીતે હંકારતા સામે આવતી પોતાની માલિકીની હીરો હોન્ડા મોટર સાઈકલ (નં જીજે-૧૫ એઇ-૦૮૫૩) ને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર બંને ભાઇ-બહેનો ફંગોળાઇ જતા રોડ પર પટકાયા હતા. જેમાં બાઇક ચાલક પ્રવીણ સાધુરામભાઇ વાંડુ (ઉ.વ.૨૬ રહે.મોટી દાબદર)ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

જ્યારે બાઇક પર સવાર પોતાની સગી બહેન તેજસ્વીબેન વાંડુ (ઉ.વ.૨૮, રહે.ભદરપાડા)ને માથા અને શરીરના અનેક ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તાત્કાલિક વઘઇ ૧૦૮ એમ્બુલન્સ મારફતે વઘઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૃરિયાત હોય ૧૦૮ મારફતે વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી તેજસ્વીબેન વાંડુ હોસ્પિટલ ખાતે પહોચે તે પહેલા ગંભીર પરિસ્થિતિ સર્જાતા ચીખલી નજીક રસ્તામાં જ તેમનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવ અંગેની જાણ પરિવારજનોને થતા અકસ્માત કરી નાસી છુટેલા પીકઅપના ડ્રાઇવર વિરુદ્ધ વઘઇ પોલીસ મથકે અકસ્માત બનાવની ફરિયાદ નોંધાવી હતી.