BRTS Bus accident with Woman in Ahmedabad Dharnidhar
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના ધરણીધર પાસે BRTS બસે મહિલાને લીધી અડફેટે, લોકોએ કર્યો હોબાળો

અમદાવાદના ધરણીધર પાસે BRTS બસે મહિલાને લીધી અડફેટે, લોકોએ કર્યો હોબાળો

 | 10:15 am IST

અમદાવાદના ધરણીધર વિસ્તાર પાસે એક BRTS બસે મહિલાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. BRTS બસે એક્ટિવા પર જઈ રહેલી એક મહિલાને ટક્ટર મારતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. બનાવ બનતા ઘટના સ્થળે લોકો ભેગા થયા હતા.

અમદાવાદના ધરણીઘર વિસ્તાર પાસે BRTS બસે એક મહિલા જે એક્ટિવા પર જઈ રહી હતી તેને અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. મળતી માહિતી પ્રમાણે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાના પગલે લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા અને અકસ્માતના પગલે રોષે ભરાયેલા લોકોએ BRTS બસ રોકી વિરોધ કર્યો.



લોકોના વિરોધ બાદ પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને BRTS બસ ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસ દ્વારા ડ્રાઈવરની અટકાયત થતા અન્ય ડ્રાઈવરો રોષ ભરાયા અને અન્ય બસના ડ્રાઇવરો બસ મુકીને ત્યાંથી રવાના થયા. જેના કારણે રસ્તામાં બસ અટકાવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પોલીસ ડ્રાઇવરને પકડી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન