કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા વિના દૂર કરો ગુરુ ગ્રહ સંબંધિત દોષ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા વિના દૂર કરો ગુરુ ગ્રહ સંબંધિત દોષ

કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા વિના દૂર કરો ગુરુ ગ્રહ સંબંધિત દોષ

 | 4:37 pm IST

જન્મકુંડળીમાં જો ગુરુ બળહીન હોય તો જાતક અનેક સમસ્યાઓથી ત્રસ્ત રહે છે. દાંપત્યજીવનમાં સમસ્યાઓ, ધન હાનિ, કાર્યસ્થળ પર સમસ્યાઓથી વ્યક્તિ ગ્રસિત રહે છે. જો જાતકના લગ્ન ન થયા હોય તો નબળો ગુરુ લગ્ન નક્કી થવામાં પણ બાધા ઉત્પન્ન કરે છે. જો કે ગુરુ સંબંધિત સમસ્યાઓનો ઉપાય જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યો છે. આ ઉપાય કરવાથી જાતક ગુરુ ગ્રહ સંબંધિત સમસ્યાઓથી મુક્ત થાય છે અને જીવનમાં સુખદ ફેરફાર પણ થવા લાગે છે. તો ચાલો જાણી લો કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા વિના થતાં ગુરુને શુભફળદાયી કેવી રીતે બનાવી શકાય છે.

ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને વ્રત કરવું. આ વ્રત કોઈપણ માસના શુક્લ પક્ષથી શરૂ કરવું. આ વ્રત સાત ગુરુવાર સુધી કરવું. આ વ્રત પૂર્ણ થશે ત્યાં સુધીમાં મનની ઈચ્છા અચૂક પૂરી થશે. ગુરુવારની પૂજામાં પીળા ફૂલ, ચણાની દાળ અને પીળી મીઠાઈનો ઉપયોગ પણ કરવો. શાસ્ત્રોનુસાર બૃહસ્પતિનો વાસ કેળના મૂળમાં હોય છે તેથી ગુરુવારે કેળાના ઝાડની પૂજા પણ શક્ય હોય તો કરવી. આ પૂજા કરવાથી વ્રત કર્યાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. આ પૂજા કર્યા સિવાય કેટલાક નિયમો છે તેનું પણ પાલન ગુરુવારના દિવસે કરવું જેથી ગુરુની નબળી સ્થિતીના કારણે થતા નુકસાનથી બચી શકાશે અને લાભ પણ થશે.

ગુરુવારે અચૂક કરવા આ કામ
– ભોજનમાં પીળી દાળનો ઉપયોગ કરવો.
– બ્રાહ્મણને દાન આપવું અને ભોજન કરાવવું.
– ગાયને ગોળ અને ચણા ખવડાવવા.
– પીળા વસ્ત્ર પહેરવા અથવા તો પીળો રૂમાલ સાથે રાખવો.

ગુરુવારે ભુલથી પણ ન કરવા આ કામ
– માથામાં તેલ ન નાખવું.
– મીઠાની ખરીદી ન કરવી.
– સંભોગ ન કરવો.
– વાળ ન ધોવા.