કાર્ટૂન કેરેક્ટર : ઘાતકી બિલાડો લુસિફર - Sandesh
  • Home
  • Kids Corner
  • કાર્ટૂન કેરેક્ટર : ઘાતકી બિલાડો લુસિફર

કાર્ટૂન કેરેક્ટર : ઘાતકી બિલાડો લુસિફર

 | 4:39 pm IST

લુસિફર લેડી ટ્રીમેનનો પાળેલો ઘાતકી બિલાડો છે અને ડિઝનીની ૧૯૫૦માં આવેલી ફિલ્મ ‘સિન્ડ્રેલા’ તથા તેની સિક્વલ ફિલ્મનો બીજો ખલનાયક. તેને કાળી રુવાંટી છે અને તે આગળ પડતા દાંતવાળું સ્મિત કરે છે. તેના પાત્રનું ચિત્રણ એક ડરપોક, દુષ્ટ અને દગો આપવાવાળા શિકારીના રૂપમાં કરવામાં આવ્યું છે. તેને ઉંદર ખાવા સિવાય કોઈ પણ અન્ય વસ્તુઓથી પ્રેમ નથી. ફિલ્મમાં તેનો અવાજ જુન ફોરેય અને ફિલ્મની સિક્વલમાં ફ્રેન્ક વેલ્કરે આપ્યો છે. તેના પાત્ર ઉપર ચાર જેટલી ફિલ્મો બની ચૂકી છે તેમજ બે જેટલી ધારાવાહિક તથા ૬ જેટલી વીડિયો ગેઇમ્સ પણ બનાવવામાં આવી છે. આ સિવાય ૨થી ૩ પાર્કમાં તે બાળકોનું મનોરંજન કરતા પણ જોવા મળી જાય છે.

લુસિફર એક જાડો બિલાડો છે, જેના શરીરના મોટાભાગમાં કાળી રુવાંટી છે. તેના ચહેરાનો ભાગ સફેદ અને નાક ગુલાબી છે તેમજ તેની આંખો લીલા તથા પીળા રંગની છે. તેના ચહેરા ઉપર લાંબી સફેદ મૂછ છે અને ચહેરો મોટાભાગે એક ભયાનક મુસ્કાનમાં ફેરવાઈ જાય છે. તેના પગમાં, પૂંછડીમાં તથા છાતી પાસે સફેદ ક્રીમી રંગની રુવાંટી છે. તેના પંજા મોટાભાગે બહાર જ નીકળેલા હોય છે. તેનું વ્યક્તિત્વ જોવામાં જાડું તથા ત્રણ આંગળાવાળા પગનું છે. તે સ્વભાવે તોફાની, ડરપોક, શેતાની, ક્રૂર તથા ચતુર છે. તેનો એકમાત્ર ઉદ્દેશ સિન્ડ્રેલાના ઉંદર બ્રૂનોને ખાવાનો જ હોય છે. તેની તાકાત તેના અણીદાર દાંત, પંજાના નખ અને શરીરનું વજન છે.