કર્ણાટક : અપક્ષના 2 ધારાસભ્યો કોંગ્રેસ-JD(S)ના ધરણામાં જોડાયાં - Sandesh
  • Home
  • Featured
  • કર્ણાટક : અપક્ષના 2 ધારાસભ્યો કોંગ્રેસ-JD(S)ના ધરણામાં જોડાયાં

કર્ણાટક : અપક્ષના 2 ધારાસભ્યો કોંગ્રેસ-JD(S)ના ધરણામાં જોડાયાં

 | 9:05 am IST

બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રીપદના શપથ લેવા માટે પોતાના ઘરેથી રાજભવન પહોંચ્યા હતાં અને શપથ ગ્રહણ કર્યાં હતાં. રસ્તામાં તેમણે રાધા-કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

જુઓ લાઈવ અપડેટ :

અપક્ષના બે ધારાસભ્યો કોંગ્રેસ સાથે ધરણામાં જોડાયાં

બેંગલુરૂ : કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓએ ગુલામ નબી આઝાદ, અશોક ગહલોત, કેસી વેણુગોપાલ અને સિદ્ધારમૈયા વિધાનસભા પરિસરમાં સ્થિત ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું.

ભાજપે બંધારણનું અપમાન કર્યું.

કોંગ્રેસે વિરોધ-પ્રદર્શનો કરવા હોય તો રાહુલ ગાંધી-સોનિયા ગાંધી અને સિદ્ધારમૈયાના વિરૂદ્ધ કરવા જોઈએ કારણ કે, આ ત્રણેયે કોંગ્રેસને બરબાદ કરી છે : અનંત કુમાર, ભાજપ નેતા

કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો વિધાનસભાએ વિરોધ પ્રદર્શન કરવા ઈગ્લેટન રિસોર્ટમાંથી બહાર આવ્યા.

જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ખાતે કરશે વિરોધ પ્રદર્શન.

ભાજપના કાર્યકરર્તાઓએ ડાંસ કરી રાજભવનની બહાર કર્યું સેલિબ્રેશન.

બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા પરંતુ હવે તેમને સુપ્રીમ કોર્ટના આદેશ અનુંસાર સમર્થક ધારાસભ્યોની યાદી સોંપવાની રહેશે.

બીએસ યેદિયુરપ્પાએ લીધા કર્ણાટક મુખ્યમંત્રી પદના શપથ

વિક્ટરી સાઈન કરતા મુખ્યમંત્રી યેદિયુરપ્પા

શપથ ગ્રહણ સમારોહ પહેલા યેદિયુરપ્પાએ મંદિરમાં પૂજા અર્ચના કરી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, બહુમત ન હોવા છતાં ભાજપની સરકાર બનવી એ બંધારણની મજાક ઉડાવ્યા સમાન છે. આજે સવારે જ્યારે ભાજપ પોતાની ખોખલી જીતનો જશ્ન મનાવશે ત્યારે ભારત લોકતંત્રની હારનો શોક મનાવશે.

અમને સમર્થન મળશે અને સદનમાં અમે બહુમત સાબિત કરીશું : અનંત કુમાર, ભાજપના નેતા

રાજભવન વંદે માતરમ અને મોદી-મોદી ના નારાથી ગુંજી ઉઠ્યું.

રાજભવનમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર.

બેંગલુરૂ સ્થિત ભાજપના કાર્યાલય બહાર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી.

બેંગલુરૂ સ્થિત બીએસ યેદિયુરપ્પાના ઘરની તસબીરો. યેદિયુરપ્પા 9 વાગ્યે શપથ ગ્રહણ કરશે.