યેદિયુરપ્પાના શપથગ્રહણ સમારોહમાં કેમ ના આવ્યા મોદી-શાહ? - Sandesh
  • Home
  • India
  • યેદિયુરપ્પાના શપથગ્રહણ સમારોહમાં કેમ ના આવ્યા મોદી-શાહ?

યેદિયુરપ્પાના શપથગ્રહણ સમારોહમાં કેમ ના આવ્યા મોદી-શાહ?

 | 3:09 pm IST

સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપની સરકાર બનાવવા માટે શપથગ્રહણની મંજુરીતો આપી દીધી, પરંતુ સાથે જ શુક્રવારે બપોર સુધીમાં ધારાસભ્યોની યાદી સોંપવાની આકરી શરત પણ લગાવી દીધી. જેને લઈને સરકારની રચનાને લઈને ખુબ જ અવઢવ ભરેલી સ્થિતિ છે.

અવઢવ ભરેલી આ સ્થિતિ કઈ હદે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે યેદિયુરપ્પાના શપથગ્રહણ સમારોહમાં આવવાનું ટાળ્યું.

અત્યાર સુધીમાં ભાજપના મુખ્યમંત્રીઓનો શપથગ્રહન સમારોહ એક મેગા એવેંટ જેવો હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતે ઉત્સાહ વધારવા સમારોહમાં ભાગ લેતા હોય છે તે વણલખી પરંપરા રહી છે. પરંતુ આ કર્ણાટકમાં સત્તાની રાહમાં રાજનૈતિક અને કાયદાકીય અડચણ ઉભી થશે જ તેવો અંદાજ હોય તેમ ભાજપના બંને ટોચના નેતાઓ કર્ણાટકના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યાં!

યેદિયુરપ્પાને રાજ્યપાનો પત્ર

આ અગાઉ ગઈ કાલે બુધવારે ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા તરફથી શપથગ્રહણનો પત્ર મળ્યો હતો. ત્યારથી જ શપથગ્રહણ સમારોહની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. રાજ્યપાલે પરંપરા પ્રમાણે સૌથી સરળ રીત અપનાવતા એ પાર્ટીને શપથગ્રહણ માટે આમંત્રીત કરી જે સૌથી મોટી છે.